________________
• મગજનું પોસ્ટમોર્ટમ •
હ ૨. નયલતાની અનપેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. કઈ રીતે ઉપદેશ આપવાથી દેશક એકાંતે નિર્જરાનું ભાજન બને ? ૨. અપેક્ષાએ ઉપવાસ કરતાં એકાસણું કઈ રીતે બળવાન છે ? ૩. મધ્યમબુદ્ધિયોગ્ય દેશના જણાવો. ૪. બાળજીવને કઈ દેશના લાભકારી બને ? તે દષ્ટાન્ત સહિત સમજાવો. ૫. શુદ્ધપિંડવિધિ ક્યા શ્રોતાને બતાવવી ? ૬. સંવિન્રભાવિત બાળજીવોને ગોચરીવિષયક શું સમજાવવું ? તે જણાવો. ૭. “યથારૂચિશ્રાવણ' અને “અજ્ઞાતનયકથન' એટલે શું ? તેની સમજણ આપો. ૮. ધર્મદેશનાનાં અધિકારી મહાત્મા કેવા હોય ? (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. દાનનું નિરૂપણ કરવાનું મુખ્ય કારણ શું છે ? ૨. યથાસ્થાને દેશના ન આપે તો ક્યો દોષ લાગે ? ૩. ધર્મદેશકે કોને અનુસરીને ધર્મદેશના આપવી જોઈએ ? ૪. કયા વચનથી પર્ષદા વગેરેનો વિવેક થાય છે ? ૫. મિથ્યાચાર કોને કહેવાય ? ૬. શાસ્ત્રતત્ત્વની પરીક્ષા કરનાર કોણ છે ? ૭. ચિંતાજ્ઞાન કોને કહેવાય ? ૮. ભાવનાજ્ઞાનનું સ્વરૂપ જણાવો. ૯. મતાગ્રહ ક્યા જ્ઞાનમાં હોય અને કયા જ્ઞાનમાં ન હોય ? ૧૦. ધર્મનું રહસ્ય જણાવો. (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ........ વિના ધર્મબુદ્ધિ ચારિત્ર મેળવવા માટે સમર્થ બનતી નથી.
(ભાવનાજ્ઞાન, જિનાજ્ઞા, પદાર્થજ્ઞાન) ૨. ધર્મનો નિચોડ ............... છે. જિનવચન, ક્રિયા, જ્ઞાન) ૩. આજ્ઞાના આદર દ્વારા જ ........ ની સંગતિ થાય છે. (અસંગાનુષ્ઠાન, વચનાનુષ્ઠાન) ૪. શ્રોતાને કુદેશનાથી ............ થયો હોય તો તેનું દઢ રીતે ખંડન કરે.
(કદાગ્રહ, દુર્નયનો કદાગ્રહ, સુનયનો કદાગ્રહ) પ. દરેક પ્રવૃત્તિમાં ......... આગળ કરવાથી મન પ્રભુમય બને છે. (ગુર્વાશા, જિનાજ્ઞા, સંઘાણા) ૬. જિનાજ્ઞાવિરાધકની ઉગ્ર તપશ્ચર્યા વગેરે ....... નું ભાજન બને છે. (અધર્મ, ધર્મ, સંવેગ) ૭. ......... એ પરમગુરુની પ્રાપ્તિનું અમોઘ બીજ છે. (ગુરુસમર્પણભાવ, પ્રભુભક્તિ, સામાયિક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org