________________
द्वात्रिंशिका
22
નથી, પણ ‘જેનું ભક્ષણ પાપનું કારણ ન બને તે જ ભક્ષ્ય છે.' આ જ રીતે પેયાપેયની લોકવ્યવસ્થા પણ એવી રીતે પ્રસિદ્ધ છે કે ‘ગાયનું દૂધ ભક્ષ્ય છે; પણ ગાયનું લોહી અભક્ષ્ય છે.' (ગાથા.૨-૪) જૈનમત પ્રમાણે માંસ અભક્ષ્ય છે તેનું કારણ તેમાં નિગોદના જીવોની ઐકાંતિકી (=નિશ્ચિત) અને આત્યંતિકી (=પુષ્કળ પ્રમાણમાં) ઉત્પત્તિ છે; નહિ કે તે પ્રાણીનું અંગ છે. આ રીતે ઉપાધ્યાયજી મ. બૌદ્ધમતનું સચોટ ખંડન કરે છે.
તદુપરાંત મદ્યપાન, માંસભક્ષણ અને મૈથુનસેવન વગેરે કઈ રીતે દોષાધાયક છે ? તેનું સચોટ નિરૂપણ આ બત્રીસીમાં કરવામાં આવ્યું છે.
•
* (૮) વાદ-બત્રીસી : ટૂંકસાર
આઠમી બત્રીસીમાં પૂ.ઉપાધ્યાયજી મ. વાદ અંગેની વિચારણા રજૂ કરતાં વાદના પ્રકાર, અધિકારી, ફળ, વિષય વગેરે દર્શાવે છે. શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ-એમ ત્રણ પ્રકારનો વાદ છે. જે વાદમાં દુષ્ટ પ્રતિવાદી હારી જાય તો આપધાતાદિ કરે અને વાદીની હાર થાય તો ધર્મલઘુતા થાય, તેવા વાદને ‘શુષ્કવાદ’ કહેવાય. દરિદ્ર વાદી ધનાદિની ઈચ્છાથી જે વાદ કરે અને છળ-કપટ-જાતિ વડે પણ જીતવાનો પ્રયત્ન કરે તે ‘વિવાદ' કહેવાય. આ બે વાદ ત્યાજ્ય છે. ત્રીજો છે ધર્મવાદ ! આવો વાદ કરનાર પ્રતિવાદી સ્વશાસ્ત્રજ્ઞ પણ નિજધર્મનો અંધ-અનુરાગી નહિ, સત્યગ્રાહી અને પાપભીરુ હોય તો સ્વ-પરને લાભ જ થાય છે.
.
આ અમૃત છે. લો, ચાખો •
* (૯) કથા-બત્રીસી : ટૂંકસાર
નવમી બત્રીસીમાં ગ્રંથસારશ્રીએ કથા, કથાના પ્રકાર, કથાના લક્ષણ, અકથા તથા વિકથાનું સ્વરૂપ લક્ષણ-પ્રકાર-ફળ, કથા કહેવાનું ફળ, ધર્મકથાના અધિકારી, ધર્મકથા કરનારની સાવધાની ઈત્યાદિ બાબતોને મુખ્ય પ્રમેયરૂપે વણી લીધેલ છે.
♦ મહત્ત્વના વિચારરત્નો છે
અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા-આમ ચાર પ્રકારની કથા છે. (ગાથા.૧)
•
·
ધન મેળવવાના ઉપાયભૂત વિદ્યા, શિલ્પ, સામ-દામ-દંડ-ભેદ સ્વરૂપ ઉપાય વગેરે જેમાં મુખ્યતયા આવે તે અર્થકથા કહેવાય છે. (ગાથા.૨)
રૂપ-વય-વેશ-શૃંગાર વગેરેનું વર્ણન કામકથામાં થાય છે. (ગાથા.૩)
ધર્મકથા ચાર પ્રકારની છે. (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેજની, (૪) નિર્વેદની. આ ચારેના પણ ચાર/ચાર ભેદ હોય છે. આ બધાનું હૃદયસ્પર્શી વર્ણન આ બત્રીસીમાં ક૨વામાં આવ્યું છે.
* (૧૦) યોગ-લક્ષણ બત્રીસી : ટૂંકસાર
નવમી બત્રીસીમાં જણાવેલી ધર્મસ્થા વગેરે સાંભળવાથી યોગ્ય શ્રોતાને તેના ફળસ્વરૂપે યોગની પ્રાપ્તિ થાય છે. તેથી ૧૦મી બત્રીસીમાં યોગ, યોગનું લક્ષણ, યોગના પ્રકાર, યોગનો કાળ, યોગના અધિકારી-અનધિકારીના લક્ષણ, યોગના મુખ્ય ઘટકો, નિશ્ચય-વ્યવહારથી યોગનું સ્વરૂપ, યોગનું ફળ વગેરે બાબતોને મુખ્યતયા વણી લીધેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org