________________
• પ્રસ્તાવના :
द्वात्रिंशिका
ટીકાઓ અને અવચૂરિ કે વિવેચનોરૂપ ગ્રંથસર્જન જરૂરી બને છે. આગમોના અને મહાન ગ્રંથકારોના રહસ્યો આવા સર્જન વિના સ્પષ્ટ થતાં નથી.
ભારતના દરેક દર્શનો શ્રદ્ધાની આવશ્યકતા માનતા હોવા છતાં ય તર્કની અનિવાર્યતા માની રહ્યા છે. દરેક દર્શન પાસે તર્કની એક આગવી પદ્ધતિ છે. છતાં ય ગૌતમ મુનિનું “ન્યાયસૂત્ર” તર્કના ક્ષેત્રે ખૂબ જ વ્યવસ્થિત અને વ્યાપક ચિંતનવાળુ ગણાયું છે. “ન્યાય દર્શન”ની બોલબાલા વિદ્વજગતમાં ખૂબ રહી અને તેથી જ ચિંતકોએ તેના પર વધુને વધુ ચિંતન કર્યું. કેટલાંક સમીક્ષાકારો માને છે કે ન્યાયદર્શને પ્રમેય પદાર્થો કરતાં ય પ્રમાણરૂપ પદાર્થો પર જ વધુ ચિંતન કર્યું છે. ગૌતમ મુનિનું ન્યાય દર્શન મુખ્યત્વે પ્રમાણચિંતન બન્યું. અને એ ચિંતન આગળ વધતાં ઉપાધ્યાયજી યશોવિજયજી મ.ના સમય પહેલા થયેલ ગંગેશ ઉપાધ્યાય વગેરેએ ન્યાય શૈલીને “નવ્ય ન્યાય” રૂપે વિકસાવી.
દા.ત. ન્યાય દર્શન માને છે કે ઘટ માટે બે કપાલો તેનું સમાયિકરણ છે પણ તે બે કપાલોમાં અનેક ધર્મો છે. તેનામાં પ્રમેયત્વ પણ છે, દ્રવ્યત્વ પણ છે, કાર્યત્વ પણ છે, કારણત્વ પણ છે. પરંતુ જ્યારે ઘટ પ્રત્યે એ કારણ બને છે ત્યારે તેનામાં રહેલ કારણતા કેવી છે ? તેના પર વિચાર શરુ થયો. અને જે રૂપે કારણતા માનવી જરૂરી હતી તે ગુણધર્મ કારણતાનો અવચ્છેદક થયો. આમ “અવચ્છેદકત્વ' એ પોતાનું પ્રાધાન્ય ભોગવવા માંડ્યું. અમને તો એવી સંભાવના કરવાનું મન થાય છે કે કાર્યતા-કારણતા-આધેયતા-પ્રતિયોગિતા વિગેરેના અવચ્છેદકનો સ્વીકાર કરવો એ શું જૈનધર્મના પદાર્થની અનંત ધર્માત્મકતાના વિશાળ ખ્યાલની જ અસર નથી !! વિદ્વાનો આ વિચારને તપાસે. અત્યારે તો આપણે એટલું જ કહીશું કે તર્કશાસ્ત્ર-જે ન્યાયશાસ્ત્ર કહેવાતું હતું તેમાં નવ્યન્યાયનો યુગ આવ્યો. ખુદ ઉપા. યશોવિજયજી મહારાજે કાશીમાં જઈને બ્રાહ્મણ પંડિતો પાસે આ વિષયનો અભ્યાસ કર્યો અને પોતે જ નવ્યન્યાયના રહસ્યપદાંકિત ૧૦૮ ગ્રંથો લખ્યા એવું કહેવાય છે. તેથી સ્પષ્ટ જ છે કે આ તર્કપ્રણાલી જૈન મૂળની જ છે. કેવળ ગૌતમય તર્કપ્રણાલી છે એમ ન કહેવાય. પરંતુ જૈનદર્શન હંમેશા અનેકાંત દર્શન રહ્યું છે. જે પણ વિચારણા કે તર્ક યોગ્ય લાગ્યો તે જૈનદર્શને નિઃશંક ગ્રહણ કર્યો છે. સર્વદર્શનોને સમાદરથી જોનાર શ્રીહરિભદ્રસૂ.મ.સા.ના ટંકશાળી વચનો છે કે “યુક્તિમદ્ વચને ચર્ચા તસ્ય કર્યઃ પરિગ્રહ” જે યુક્તિવાળું વચન છે તેનું ગ્રહણ કરવું જ જોઈએ. ભલે પછી એ વચન જૈન વિદ્વાન દ્વારા પ્રવર્તિત ન હોય કે અજૈન વિદ્વાન્ દ્વારા પ્રવર્તિત હોય.
નવ્યન્યાયના આટલા ઘનિષ્ઠ સંપર્કમાં હોવાના કારણે ઉપાધ્યાયજી મહારાજની શૈલી પણ નન્યાયગર્ભિત બની. આ શૈલી મૂલતઃ પ્રમેય પદાર્થ પર નહીં પણ પ્રમાણ પદાર્થ પર આધારિત હોવાથી જૈન દર્શનના મંતવ્યોથી સામાન્ય રીતે મળતી જ હોવાની. એટલે જ ઉપાયશોવિજયજી મહારાજે
આ શૈલીનો સહારો લઈ જૈન શાસ્ત્રના બોધને વધુ સૂક્ષ્મરૂપે ચિંતન કરવાની શરૂઆત કરી. અને સંબંધ, વિસ્તાર, પરિષ્કારો તથા અનેક પ્રકારના લાઘવો અને ગૌરવોની ચર્ચા કરીને આગમિક પદાર્થોને વધુ સૂક્ષ્મ બનાવ્યા. આમ થવાથી એક લાભ એ થયો કે ચિંતનદષ્ટિ સૂક્ષ્મ બની પણ બીજું નુકશાન એ થયું કે નવ્યન્યાયની શૈલી જટિલ હોવાના કારણે તે ચિંતન દુરવગાહ્ય બન્યું. મને ખ્યાલ છે કે આમે ય ન્યાયનો અભ્યાસ વ્યાઘમુખી કહેવાય છે. અને તેમાં નવ્ય શૈલી ઉમેરાતાં એ અભ્યાસ વધુ બભિષિકા પેદા કરતો થઈ ગયો. તેથી ઉપાયશોવિજયજી મ. દ્વારા સ્વરચિત ગ્રંથો કે વિવેચિત ગ્રંથો તથા અન્ય મહાપુરુષ રચિત ગ્રંથોના અભ્યાસુઓ-વાચકો ઓછા થતાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org