________________
ખાનુ
સાધ્યની ઉપલબ્ધિ સાધન દ્વારા થાય છે. આત્માસુખ સાધ્ય છે અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે તેનાં સાધનો છે. અહિંસા આ તમામની કરોડરજ્જુ છે. અન્ય તમામ તેના સહારે ટકે છે, અહિંસાને સમજ્યા વગર સાધ્ય પણ સમજી શકાતું નથી. તેની સ્વીકૃતિ વગર સાધ્યનો સ્વીકાર પણ થઈ શકતો નથી. શ્રદ્ધા, જ્ઞાન અને આચારની સમન્વિતિ જ સાધ્ય છે.
સાધ્યની પૂર્ણતા સાધનના અભાવમાં થઈ શકતી નથી તેથી સાધનનો બોધ અને આચરણ અપેક્ષિત છે. સુખની પ્રાપ્તિ માટે સાધનોનું અવલંબન લેવું આવશ્યક છે. આ અધ્યાયમાં અહિંસાનું સ્થૂળ અને સૂક્ષ્મ વિવેચન છે. બંને પક્ષોનો બોધ સિદ્ધિ માટે અપેક્ષિત છે. અહિંસા સિદ્ધ થયા પછી સમતાની ઊર્મિઓ સર્વત્ર ઉછળવા લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org