________________
આમુખ
સુખ માનવીનું પ્રથમ અને ચરમ લક્ષ્ય છે. તે જે કંઈ કરે છે તેની આગળ અને પાછળ સુખનું ચિત્ર અંકિત કરે છે. ઈન્દ્રિયોને મનોજ્ઞ વિષય મળે છે ત્યારે સુખનું સંવેદન થાય છે. મન પણ પોતાના મનોજ્ઞ વિષયો પામીને સુખની અનુભૂતિ કરે છે. અમોક્ષનો યોગ થતાં જ સુખ દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. તે દુઃખાનુભૂતિની ક્ષણે એક નવી પ્રેરણા જાગે છે કે શું સુખ ક્ષણિક જ છે ? શું સુખ પછી દુઃખ આવવું એટલું જ જરૂરી છે કે જેટલું દિવસ પછી રાતનું આવવું જરૂરી છે ? શું સુખ સ્થાયી પણ હોઈ શકે ખરું ? શું એવા પ્રદેશની કલ્પના કરી શકાય ખરી કે જ્યાં માત્ર દિવસ હોય અને રાત ન હોય ? એની શોધમાં માનવીય ચેતના આગળ વધી અને તેને એ સત્યનો સાક્ષાત્કાર થયો કે અતીન્દ્રિય ચેતનાના સ્તરે સહજ તથા નિરપેક્ષ સુખ ઉપલબ્ધ છે. તે સ્થાયી છે, શાશ્વત છે. પ્રસ્તુત અધ્યાયમાં ક્ષણિક અને શાશ્ર્વત-બંને સુખાનુભૂતિઓની વચ્ચે ભેદરેખા દોરવાનો એક વિનમ્ર પ્રયત્ન છે.
000000 00
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org