________________
આમુખ
સુખ અને દુઃખ જીવનનાં સહચારી છે. સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. દુઃખ ન ઇચ્છવા છતાં આવે છે. કેટલાંક લોકો દુઃખમાં ખિન્ન થાય છે, બીજું કશું નહીં. આમ કેમ ? દુઃખ કર્મકૃત છે. તે કર્મનો ભોગ છે. જે આ જાણે છે, તે ન તો બીજા લોકો ઉપર તેનું આરોપણ કરે છે કે ન તો પોતે ખિન્ન થાય છે.
કર્મનાં બીજ રાગ અને દ્વેષ છે. આ બંને મોહકર્મની શાખાઓ છે. મોહને જીતી લેવાથી બંને ઉપર વિજય મળી જાય છે. મોહ દ્વારા થતી આત્મવિમૂઢતાનું આ અધ્યાયમાં સ્પષ્ટ દિગ્દર્શન છે. મોહનું ઉન્મેલન કરવાથી અન્ય કર્મોની શક્તિ આપમેળે ક્ષીણ થઈ જાય છે. ભગવાન મહાવીર તેથી જ મેઘને તે નિર્બદ્ધ આનંદની પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ કહે છે કે સમગ્ર સંસાર પૌગલિક છે- ભૌતિક છે. સુખ સાબાધ અને ક્ષણિક છે. આત્મા શાશ્વત છે. તેને માટે શાશ્વત સુખ જ અભીષ્ટ છે. મોહથી મૂઢ બનેલો માણસ આ શાશ્વત સુખની ઉપેક્ષા કરી બેઠો છે. તે પોતાનાથી અપરિચિત છે અને વાસ્તવિક સુખથી પણ અપરિચિત છે. મોહ દુઃખ છે અને મોહમુક્તિ સુખ છે. સુખ-દુઃખ બીજું કશું જ નથી, મોહ-આસક્તિનો વિલય સુખ છે અને તેની અવસ્થિતિ દુઃખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org