________________
સાથે કરી. તે વખતે વર્ષાઋતુ નહોતી. વાદળ વરસવાની વાત અત્યંત અશક્ય હતી. રાજા ચિંતિત થઈ ઊઠયો. તેણે પોતાના મહામાત્ય અભયકુમારને સમગ્ર હકીકત કહી. મહામાત્ય રાજા-રાણીને આશ્વાસન આપીને દોહદપૂર્તિની યોજના વિચારવા લાગ્યા.
અભયકુમારે દેવતાની આરાધના કરવા માટે એક અનુષ્ઠાનનો આરંભ કર્યો. ખટ્ટમની તપસ્યા કરીને, તે મંત્રવિશેષની આરાધનામાં ઓતપ્રોત બન્યા. ત્રણ દિવસ પૂરા થયા. દેવતાએ પ્રત્યક્ષ આવીને આરાધનાનું પ્રયોજન પૂછયું. અભયકુમારે ધારિણીના મનમાં ઉત્પન્ન અકાળ મેઘવર્ષામાં ભ્રમણ કરવાની વાત રજૂ કરી. દેવતાએ કહ્યું, “અભય ! તમે શ્રદ્ધા રાખો. હું દોહદપૂર્તિ કરી દઈશ.'
થોડોક સમય પસાર થયો. એક દિવસ અચાનક આકાશમાં વાદળો ઊમટી આવ્યાં. સમગ્ર આકાશ મેઘાચ્છન્ન થઈ ગયું. વીજળીઓ ચમકવા લાગી. વાદળોની ભયાનક ગર્જનાઓ થવા લાગી. વરસાદ વરસવા લાગ્યો. વર્ષાઋતુનો આભાસ થવા લાગ્યો. રાણી ધારિણી પોતાનાં પરિવારજનોથી પરિવૃત થઈને, હાથી ઉપર આરૂઢ થઈને વનક્રીડા કરવા માટે નીકળી પડી. પોતાની ઇચ્છા અનુસાર ક્રીડા સંપન્ન કરીને તે મહેલમાં પાછી વળી. તેનું દોહદ પૂર્ણ થયું.
નવ માસ અને નવ દિવસ વિત્યા રાણીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. ગર્ભકાળમાં મેઘનું દોહદ ઉત્પન્ન થવાને કારણે નવજાત શિશુનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. વૈભવપૂર્ણ લાલન-પાલનથી વિકસતા શિશુ મેઘકુમારે આઠ વર્ષ પૂરાં કરીને નવમાં વર્ષમાં પ્રવેશ કર્યો. માતા-પિતાએ તેને સર્વકલા નિપુણ બનાવવાના ઉદ્દેશથી કલાચાર્ય પાસે શિક્ષણ ગ્રહણ કરવા માટે મોકલ્યો. તે ક્રમશઃ બોંતેર કલાઓમાં પારંગત થઈ ગયો.
મેઘકુમારે યૌવનમાં પ્રવેશ કર્યો. આઠ સુંદર રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું.
એક વખત ભગવાન મહાવીર રાજગૃહ નગરમાં પધાર્યા. મેઘકુમાર ઝરુખામાં બેઠો-બેઠો નગરની શોભા નિહાળી રહ્યો હતો. તેણે જોયું તો નગરનાં હજારો નરનારી એક જ દિશા તરફ જઈ રહ્યાં હતાં. તેના મનમાં જિજ્ઞાસા જાગી. તેણે પોતાના પરિચારકોને પૂછ્યું. પરિચારકોએ ભગવાનના સમવસરણની વાત કરી.
સંબોધિ - ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org