________________
આમુખ
એ શાશ્ર્વત
સુખ શું છે અને દુઃખ શું છે પ્રશ્ન છે. માણસ પદાર્થોના ઉપભોગમાં સુખની કામના કરે છે, તે અવાસ્તવિક છે. વાસ્તવિક એ છે કે સુખ પદાર્થોના ઉપભોગમાં નથી, તેના ત્યાગમાં છે.
-
માણસ પ્રિય બાબતમાં સુખ અને અપ્રિય બાબતમાં દુ:ખની કલ્પના કરે છે. તે પ્રિયતા અને અપ્રિયતાને પદાર્થો સાથે સંબંધિત સમજે છે. આ ભ્રમ છે. પ્રિયતા અને અપ્રિયતા પદાર્થોમાં નથી હોતી, માનવીના મનમાં હોય છે. જે પદાર્થો પ્રત્યે માણસને લગાવ હોય છે, ત્યાં તે પ્રિયતાની કલ્પના કરે છે અને જ્યાં લગાવ નથી હોતો ત્યાં તે અપ્રિયતાની કલ્પના કરે છે. આ સઘળું દુઃખ છે.
બાહ્ય પદાર્થો પ્રત્યે આસક્તિ રહે ત્યાં સુધી
બુદ્ધિનું દ્વાર ખુલતું નથી. વિવેક ત્યાં જ જાગૃત
છે મોહ હોય ત્યાં સુધી આસક્તિ છૂટતી નથી અને તેનો નાશ થયા વગર વાસ્તવિક સુખની અનુભૂતિ થતી નથી.
આ અધ્યાયમાં વાસ્તવિક સુખનાં સ્વરૂપ અને સાધનોની ચર્ચા કરવામાં આવી છે. સાધક પદાર્થોથી સર્વથા મુક્ત થઈ શકતો નથી, પરંતુ તે પદાર્થો પ્રત્યે થતી આસક્તિથી મુક્ત થઈ શકે છે. આ મુક્તિ સાધના-સાપેક્ષ હોય છે. આ વિમુક્ત અવસ્થાનો અનુભવ જ વાસ્તવિક સુખ અને આનંદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org