________________
ત
00 00.00 00. 00.0
આમુખ
ભગવાન મહાવીર રાજગૃહમાં પધાર્યા. પરિષદ વંદના માટે પહોંચી. ભગવાને પ્રવચન આપ્યું. સૌએ સાંભળ્યું. સમ્રાટ શ્રેણિકનો પુત્ર મેઘકુમાર સમવસરણમાં ઉપસ્થિત હતો. તેણે માત્ર સાંભળ્યું જ નહીં, પરંતુ પ્રવચનને હૃદયંગમ કરી લીધું. તેના અંતર્મનમાં વૈરાગ્યનો અંકુર ફૂટ્યો. માતા-પિતાની અનુમતિ લીધી અને ભગવાન પાસે દીક્ષિત થયો. તે શ્રમણ બન્યો. દીક્ષાની પ્રથમ રાત્રે જે કાંઈ બન્યું તેનાથી તે વિચલિત થઈ ઊઠ્યો. તે વિચલનને દૂર કરવા માટે ભગવાને અતીન્દ્રિય શૈલીનો પ્રયોગ કર્યો. તેને પૂર્વજન્મની સ્મૃતિનો મંત્ર આપી દીધો. આવા પ્રસંગો વખતે ભગવાન આ શૈલીના વિશેષ ઉપયોગ કરતા હતા તે શૈલી આ પ્રસંગમાં પણ ખૂબ સાર્થક બની. મેઘકુમારની સંબોધિ દૃઢ થઈ ગઈ. આદિનાથ ભગવાન ઋષભે પોતાના અઠ્ઠાણું પુત્રોને સંબોધિનો ઉપદેશ આપ્યો હતો. सम्बुज्झह किं न बुज्झह
संबोहि खलु पेच्च दुल्लहा ।
તેઓ સંબુદ્ધ થઈ ગયા. મેઘકુમારની ઘટના એ જ સંબોધિની પુનરાવૃત્તિ જેવી માલૂમ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
તે —
www.jainelibrary.org