________________
આમુખ
ધર્મ જીવનનું આવશ્યક અંગ છે. જે વ્યક્તિ તેને ભૂલે છે તે પોતાની જાતને ભૂલે છે. જીવન માટે અન્ય કાર્ય આવશ્યક છે, એ જ રીતે ધર્મ પણ આવશ્યક છે જે આ જાણે છે અને તેમાં વિશ્વાસ ધરાવે છે તે ધર્મનું આચરણ પણ કરે છે. ધર્મ માત્ર જાણવાનો જ વિષય નથી, તે આચરણનો પણ વિષય છે. પ્રત્યેક કાર્યમાં ધર્મને નજર સામે રાખવામાં આવે તો માણસ અનૈતિક અને અધાર્મિક બની શકતો નથી.
આત્માનો એક શરીરમાં સ્થિર વાસ નથી. આસ્તિક આ વાત સ્વીકારે છે તેથી તેઓ એ પણ સ્વીકારે છે કે હિંસા કોઈ અન્યની નહીં પોતાની જ થાય છે. હિંસાનાં નિમિત્ત છે- રાગ, દ્વેષ, મોહ, પ્રમાદ વગેરે.
શ્રુત અને આચારની ઉપાસના આત્મધર્મ છે. શ્રુત અને આચારથી ભિન્ન ધર્મ કર્તવ્ય અને સ્વભાવની દૃષ્ટિએ છે. આત્મવિકાસમાં તે સહયોગી નથી બનતો. મોક્ષ શ્રુત અને આચરણનો યોગ છે. આત્માનો વિકાસ એમને જ થાય છે. આ અધ્યાયમાં આ વિવેચ્ય જ વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org