________________
આસામ
આવરણની બે પ્રેરણાઓ છે- મૂચ્છ અને વિરતિ, મૂચ્છપ્રેરિત આચરણ ધર્મ નથી. વિરતિપ્રેરિત આચરણ ધર્મ છે. ગૃહસ્થ પદાર્થોનો સંગ્રહ કરે છે, પદાર્થોની વચ્ચે જીવે છે અને પદાર્થોનો ભોગ કરે છે. સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉદભવે છે કે પદાર્થની વચ્ચે રહેનાર ગૃહસ્થ, ધર્મની આરાધના શી રીતે કરી શકે ? આ પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાવીરે વિભજ્યવાદી દૃષ્ટિકોણથી આપ્યો- ગૃહસ્થ ધર્મની આરાધના કરી પણ શકે છે અને નથી પણ કરી શકતો. મૂછ કે આસક્તિની માત્રામાં વધ-ઘટ થયા કરે છે. પ્રત્યાખ્યાનની શક્તિને વિકૃત કરનારી મૂચ્છ ઉપશાંત કે ક્ષીણ થાય છે ત્યારે વિરતિની ચેતના પ્રગટ થાય છે. આ અવસ્થામાં પદાર્થોની વચ્ચે રહેનાર ગૃહસ્થ પણ વિરત બની જાય છે, ધર્મની આરાધના તે કરી શકે છે. જેટલી મૂચ્છ એટલી અવિરતિ અસંયમ, જેટલી અમૂચ્છ તેટલી વિરતિ/સંયમ. અવિરતિ અને વિરતિ અથવા મૂચ્છ અને અમૂચ્છને આધારે ભગવાન મહાવીરે ધર્મને બે ભાગમાં વિભક્ત કર્યો. પ્રસ્તુત અધ્યાયમાં એ વિષયની પરિક્રમા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org