________________
આમ,
આત્માનું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે. એ જ સાધ્ય છે. તે કઈ રીતે પ્રાપ્ત થાય છે, તેની વિધિનું નામ સાધના છે. સાધનાને એક શબ્દમાં વ્યક્ત કરવી હોય તો તે છે સંયમ. સંયમનો અધિકારી એ જ હોય છે કે જે સંદેહના વાતાવરણમાં જીવતો નથી હોતો. સાધ્યની પ્રાપ્તિમાં ઈન્દ્રિય, મન અને શરીર બાધક બને છે. આત્માની સાથે તેનો ગાઢ સંપર્ક છે. તે આત્માને પોતાની જાળમાં અવાર-નવાર ફસાવ્યા જ કરે છે. અબુદ્ધ આત્મા એ જાળથી મુક્ત થઈ શકતો નથી. પ્રબુદ્ધ આત્મા મન વગેરેની જાળમાં ફસાતો નથી. જો મોહવશ તેમનો શિકાર થઈ જાય તો પણ તે તરત જ તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. તેને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય છે. તેને એ પણ ખબર છે કે બંધનના સ્ત્રોત ક્યાં ક્યાં છે. જેને બંધનના માર્ગોનો અવબોધ નથી હોતો તે હર ક્ષણે તેમનો સંગ્રહ કરતો રહે છે. એક પછી બીજી બંધનની શૃંખલા જોડાતી રહે છે. તેથી સાધ્ય, સાધન અને તેના જ્ઞાનની શક્તિ (જાણકારી) અત્યંત આવશ્યક છે.
આ અધ્યાયમાં એનું જ વિષદ્ વિવેચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org