________________
આમ
મુમુક્ષુ જ્ઞાન અને આચારના માધ્યમ દ્વારા સત્યને પ્રાપ્ત કરે છે. જ્ઞાનશૂન્ય આચાર અને આચારશૂન્ય જ્ઞાન સત્યનો સાક્ષાત્કાર કરાવવામાં સિદ્ધ બનતાં નથી. બંનેનો યોગ જ સાધ્યનું દર્શન છે. આચારહીન જ્ઞાન નિરર્થક છે તો જ્ઞાનરહિત આચાર પણ વિષદ નથી હોતો. “જાણો અને તોડો' બંનેમાં જ્ઞાનની મુખ્યતા છે, તે ભૂલવું ન જોઈએ. બંધન શું છે અને મુક્તિ શું છે, એનો બોધ જ્ઞાન દ્વારા જ સંભવ છે.
માણસને બંધન પ્રિય નથી, એને પ્રિય છે સ્વતંત્રતા. સ્વતંત્રતાની પ્રાપ્તિ બંધનોને તોડ્યા વગર થતી નથી. બંધનોને જાણ્યા વગર તોડવાની વાત અસંભવ છે. તેથી અહીં જોય-હેય અને ઉપાદેય ત્રણેયનું વિષદ દર્શન છે. “બંધન બાધક છે'- જ્યારે આત્મા આ જાણી લે છે, ત્યારે તેને તોડવા માટે પણ તે પ્રેરિત થાય છે. બંધન તૂટે છે અને લક્ષ્ય ઉપલબ્ધ થઈ જાય છે.
સંસારમાં ત્રણ પ્રકારનાં પદાર્થ હોય છે : શેય, હેય અને ઉપાદેય. જગતના તમામ પદાર્થો શેય છે. જે આત્મ-ઉત્થાનમાં સાધક હોય છે, તે ઉપાદેય છે અને જે બાધક હોય છે તે હેય છે. આત્મસાધનામાં ત્રણેયનો વિવેક આવશ્યક બને છે. આ અધ્યાયમાં આ ત્રણેયનું વિષદ વિવેચન છે. તપ શું છે? તેના કેટલા પ્રકાર છે અને ધ્યાનના પ્રકાર તથા દ્વાદશ અનુપ્રેક્ષાઓનું પણ
તેમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. Vamp Based on proved word. Grovement en bomb ROTO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org