________________
આમુખ
આત્મા ચેતન દ્રવ્ય છે. તે સ્વતંત્ર છે. તેનું અસ્તિત્વ મૂળથી જ અલગ છે. મૂળથી અલગ હોવા છતાં તે મૂળ નથી. ચેતનાનો પૂર્ણ અભ્યુદય થયા પછી આત્માનો મૂળ સાથેનો સંબંધ વિચ્છેદ પામે છે. મૂળ-વિજાતીય દ્રવ્યના અસ્તિત્વમાં આત્માનું સંચરણ થતું રહે છે. આત્માની વિવિધ અવસ્થાઓનું કારણ કર્મ છે અને તેની તેમાંથી પેદા થયેલી ચેષ્ટાઓ છે. કર્મ અને કર્મની પ્રતિક્રિયાનું સ્વરૂપ અધિગત થઈ ગયા પછી વ્યક્તિ કર્મ ઉપર અનુશાસન કરી શકે છે. તે કર્મપ્રવાહને રોકીને અકર્મા બની જાય છે. અકર્મ માટે સંસાર નથી. કર્મનો પ્રવાહ સંસાર છે.
આત્માને સ્વભાવ તરફ કઈ રીતે પ્રેરિત કરી શકાય અને તે વિભાવથી શી રીતે મુક્ત થઈ શકે તેનો વિવેક આ અધ્યાયમાં રજૂ કરવામાં આવ્યો છે.
Jain Education International
600 G
For Private & Personal Use Only
100 કા
www.jainelibrary.org