________________
આમ
શેય અનંત છે અને જ્ઞાન પણ અનંત છે, છતાં પ્રત્યેક વ્યક્તિમાં અનંત જ્ઞાનનો વિકાસ નથી હોતો. જેનું જ્ઞાન સીમિત છે, તેને માટે શેય પણ સીમિત બની રહે છે. આ સીમા કરનાર આવરણ છે. આવરણની તરતમતા (તફાવત)નો અર્થ છે જ્ઞાનના વિકાસની તરતમતા. જેટલું આવરણ, એટલું જ અજ્ઞાન. જેટલો આવરણનો વિલય, એટલો જ જ્ઞાનનો વિકાસ.
સ્વરૂપની દષ્ટિએ જ્ઞાન પ્રમાણ હોય છે. વિષયગ્રહણની દૃષ્ટિએ તે પ્રમાણ પણ હોય છે, અપ્રમાણ પણ હોય છે, સમ્યક પણ હોય છે, મિથ્યા પણ હોય છે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન માણસને વિકાસના શિખર સુધી લઈ જાય છે. જ્ઞાન વિકાસનું આરંભબિંદુ છે. તે ક્રિયા સાથે જોડાઈને વ્યક્તિને શિખર સુધી પહોંચાડી દે છે. પ્રસ્તુત અધ્યાયમાં જ્ઞાન અને અજ્ઞાનની વિવિધ અવસ્થાઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org