________________
આમુખ
બંધન આવરણ છે અને મુક્તિ નિરાવરણ. જ્ઞાનનો વિકાસ, શ્રદ્ધાનો વિકાસ અને શક્તિનો વિકાસ આવૃત્ત દશામાં થતો નથી. બંધ અને મોક્ષબંને એકબીજાનાં વિરોધી છે. મોક્ષમાં બંધન નથી અને બંધનમાં મુક્તિ નથી. બંધન શું છે અને મુક્તિ શું છે, એવી જિજ્ઞાસાનું સમાધાન અહીં પ્રસ્તુત છે.
સ્વશાસન મુક્તિ છે અને પરશાસન બંધન છે. પરતંત્રતા ન ઇચ્છવા છતાં આપણે પરશાસનથી નિયંત્રિત છીએ. સ્વશાસનને ચાહવા છતાં તેને લાવી નથી શકાતું. આ જ દિશાભ્રમ છે. મિથ્યાત્વવિપરીત માન્યતા, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ- વગેરે પરશાસન છે. પરશાસનનો પ્રભાવ ઊતરી જાય છે ત્યારે સ્વશાસન-સમ્યક્ત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગનો ઉદય થાય છે. મુક્તિનો આ સુવ્યવસ્થિત ક્રમ છે.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંધ-મોક્ષનાં કારણો છે. જીવની પ્રવૃત્તિ અને નિવૃત્તિના પાંચ-પાંચ પ્રકાર છે. પ્રવૃત્તિથી બંધ થાય છે અને નિવૃત્તિથી મોક્ષ થાય છે. પ્રવૃત્તિ સ્થૂળ અને સૂક્ષ્મ બે પ્રકારની હોય છે. યોગ સ્થૂળ પ્રવૃત્તિ છે. મિથ્યાત્વ, અવિરિતિ, પ્રમાદ અને કષાય- વગેરે સૂક્ષ્મ પ્રવૃત્તિઓ છે. આ બંને પ્રકારની પ્રવૃત્તિઓનો સંગ્રાહક શબ્દ છે- ‘આસ્રવ’.
આ અધ્યાયમાં આસ્રવ તથા બંધ-મોક્ષની પ્રક્રિયાનું વિવેચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org