________________
આપને
ભગવાન મહાવીરે કહ્યું, “આણાએ મામગં ધર્મોઆજ્ઞામાં મારો ધર્મ છે. આજ્ઞા એટલે વીતરાગનું કથન, પ્રત્યક્ષદર્શીનું કથન. એ જ કથન યથાર્થ અને સત્ય હોય છે કે જે વીતરાગ દ્વારા કહેવામાં આવ્યું હોય. વીતરાગ એ છે કે જે રાગદ્વેષ અને મોહથી પર છે. તેની અનુભૂતિ અને તેનું જ્ઞાન યથાર્થ હોય છે. તે આત્માભિમુખ હોય છે તેથી તેની સમસ્ત પ્રવૃત્તિ અને તેનું સમગ્ર કથન આત્માની પરિક્રમા કરતું ચાલે છે, તેથી તે સત્ય છે. “આજ્ઞામાં મારો ધર્મ છે'એનું તાત્પર્ય એ છે કે વીતરાગતા જ આત્મધર્મ છે તેના સિવાયનું સઘળું બહિર્ભાવ છે. જેટલો વીતરાગભાવ હશે એટલો જ આત્મધર્મ હશે.
હિંસા જીવનની અનિવાર્યતા છે – તેને પ્રત્યેક મનનશીલ વ્યક્તિ સ્વીકારે છે તેથી તેનાથી સર્વથા બચવાનું શક્ય નથી પરંતુ તેનો વિવેક જાગૃત થવાથી અહિંસાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકાય છે.
જેનદર્શનમાં ગૃહસ્થ માટે યથાશક્ય હિંસાત્યાગનો નિર્દેશ છે. ગૃહસ્થ સંપૂર્ણ હિંસાથી બચી નથી શકતો પરંતુ અનર્થ હિંસાથી તે સહજ રૂપે બચી શકે છે. આ તેનો વિવેક છે.
હિંસાના પ્રકાર કેટલા છે ? તેમની વ્યાખ્યાઓ શી છે ? અહિંસાની પરિભાષા શી છે અને તેની ઉપાસના શી રીતે શક્ય બને ? આ તમામ પ્રશ્નોનું સમાધાન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org