SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ भातो भात: श्रवणयुगले कुण्डले मण्डले वै, चांद्राकीये स्वत उत ततो नि:सृतौ पुष्पदंतौ। श्रावं श्रावं वचनरचनां मेदुरीभूय चास्या:, संसेवे ते चरणकमलं राजहंसाभिधान: પદાર્થોના સમૂહના દુર્ઘટ અર્થોનું જ્ઞાનથી સમર્થન કરવામાં સક્ષમ, ઉત્તમ યુકિતરૂ મોતીની એકમાત્ર છીપ, મૂર્તિમાન પ્રજ્ઞા સમાન, હાથમાં પ્રશસ્ત પુસ્તકવાળી, સઘળાં શાસ્ત્રના પારને પમાડનારી, હંમેશા સજ્જનોને પ્રસન્ન કરનારી કલિન્દિકા શારદા દેવી દાનેશ્વરી છે. अमित-नमितकृष्टे तद्धियां सन्निकृष्टे, श्रुतसूरि-शुभदृष्टे सदृशानां सुवृष्टे । जगदुपकृतिसृष्टे सज्जनानामभीष्टे, तव सकलपरीष्टे को गुणान् वक्तुमीष्टे IIટા માનિની. स्तुतेऽल्पमष्टकेन नष्टकष्ट-केन चष्टके, सतां गुणर्द्धिगर्धन: सदैव धर्मवर्धनः । सखे सुबुद्धि-वृद्धि-सिद्धिरीप्स्यते यदासती, नमस्यता मुखस्य साववश्यमों सरस्वती !ા પંરવાર, इति श्रीशारदाष्टकं समाप्तम् ।। મન્દ્ર, મધ્ય, અને તાર આ ત્રણ ગ્રામમાં ક્રમશઃ હૃદય, કંઠ અને મસ્તકમાંથી વહેતા અન્યોન્યથી સ્વતંત્ર સ-ર-ગ-મ-પ-ધન એ સાત સ્વરો વડે સ્કંધ ઉપર વીણાનો દંડસ્થાપન કરી અત્યંત લાલિત્યથી વીણાવાદન કરતી હે સુવદના સુપ્રસન્ના ભારતી ! મને વિશાળ (ઉદાર) વાણી આપો ! એના (દેવીના) શ્રવણયુગલમાં બંને કુંડલ સૂર્ય અને ચંદ્રના મંડળ જેવી પ્રભાથી દીપે છે. સ્વયં તે મંડળમાં જ નીકળ્યા હોય તેમ સૂર્ય અને ચંદ્ર તેની વાણીની રચનાને સાંભળી સાંભળી (કાના પાસે રહેવાને કારણે) અત્યંત પ્રસન્ન બની જાણે રાજહંસનું (રાજચંદ્ર, હંસઃ સૂર્ય) નામ ધારણ કરી એના ચરણકમળને સેવે છે. (રાજહંસના મિષથી સૂર્ય ચંદ્ર જ ભારતીને સેવે છે. એવું કવિને અભિપ્રેત છે.) અગણ્ય નમનથી ખેંચાતી ! નમ્ર બુદ્ધિ ! વાળાની નિકટ રહેનારી ! જ્ઞાની અને વિદ્વાન ઉપર શુભ દૃષ્ટિવાળી ! સમ્યગ દૃષ્ટિ માટે સુવૃષ્ટિ સમાન ! જગતના ઉપકાર માટે જેનું સર્જન છે! સજજનોને અભીષ્ટ ! સહુને અત્યંત પ્રિય ! એવી હે માં, તારા ગુણોને કહેવાને કોણ સમર્થ છે ! હે અષ્ટક (વાણીસ્વરૂપે) ! સગુણની વૃદ્ધિમાં વૃદ્ધિ (લાભ) રાખનાર ધર્મવર્ધન (આ રીતે) કષ્ટનો નાશ કરનાર અષ્ટક વડે તારી અલ્પસ્તવના કરે છે... હે મિત્ર, સબુદ્ધિની વૃદ્ધિ તથા સિદ્ધિને તું ચાહતો હોય તો નમન ને મુખ્ય કરી તું વશ કરનાર ૐ સરસ્વતી બોલ. સંપૂર્ણ. ભાષાન્તર હે વાઘેવી ! પહેલા જે તેં જગતના લોકોના ઉપકારને માટે પોતાના ભકતબાળકના મુખમાં કયારામાં બીજની જેમ બાવન (૫૨) વર્ણ વાવ્યાં હતાં તેમાંથી શુભફળવાળા ઘણા બધા ગ્રંથના ઝૂમખા થયા તે સેંકડો ઝૂમખાને જાણે માળા ફેરવવાના છળથી આજે પણ તું ગણી રહી છે ? | હે માતાની માતા શારદા માતા, સવારે સવારે જેઓએ આ રીતે ધ્યાન કર્યું છે. તેમનો શ્રી અને શાતાથી યુકત વિદ્યાનોસમૂહ, પ્રખ્યાતિ પામ્યો. હે ભાઈ, ભકિતથી સૂઘાયેલો, સ્ને હથી ભીંજાયેલો તું જ્ઞાનની તરસથી આને (સરસ્વતીને) સેવ ! તું શાસ્ત્રોમાં નિષ્ણાત થઈશ. હે વિસ્તૃત મતિવાળી માં, શિક્ષા, છન્દ, આચારશાસ્ત્ર, સમગ્રગણિત, શબ્દશાસ્ત્ર, નિરુકત, ચાર વેદ, પુરાણ, મીમાંસા, ઈતિહાસ, આ (૬+૮) ૧૪ વિદ્યાઓ તારામાં ખીચોખીચ ભરેલી છે તો શું ? તું આ પૃથ્વી ઉપર વિદ્યાની વિશાળ શય્યા છે ? કે મેઘાની વિરાટ દાનશાળા છે ? ૩ હે માઁ, તારાઓમાં જેમ ચંદ્ર શોભે તેમ તારા હાથમાં પુસ્તક શોભી રહ્યું છે. ચંદ્ર ગોળ છે, સોળ કળાથી પૂર્ણ છે. સુંદર કાંતિવાળો છે. સઘળી દિશાઓને પ્રકાશિત કરે છે. અમૃત ઝરતાં કિરણવાળો છે, અંધકારને હણનાર છે. તો પુસ્તક પણ સદાચાર રૂ૫ છે. સંપૂર્ણ છે. સુંદર વર્ણ (અક્ષર) વાળું છે. સઘળી આશા પૂરનાર છે. અમૃતઝરતી વાણીવાળું છે. અને અજ્ઞાનને હરનાર अनुवाद हे वाग्देवी ! पहले आपने जगत के लोगों पर उपकार करने के लिए अपने भक्तबालक के मुखरूपी आलवाल (वृक्ष की समीपवर्ती खाइ) में जो बावन वर्ण बोये थे उनमें से शुभ फलवाले अनेक ग्रंथरूपी गुच्छ उत्पन्न हुए हैं; उन सेंकडो गुच्छों को मानों माला फिराने के बहाने आज भी आप गिन रही है। हे माता की भी माता ! शारदा माता! सुबह सुबह जिन्होंने इस तरह आप का ध्यान किया है। उनके श्री एवं शाता युक्त विद्यासमूह की प्रख्याति हुई। हे भाई ! भक्ति से आघ्रात (सूंघा गया) एवं स्नेहसे आई तू ज्ञानतृषा से इस (सरस्वती) की सेवा कर । तु शास्त्रनिष्णात हो जायगा। १८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy