SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ उद्यन्मनोज्ञसितपङ्कजम लास्ये विद्याप्रदायिनिसरस्वति! नौमि नित्यम् LIટા मातस्त्वदीयपदपङ्कजभक्तियुक्ता, ये त्वां भजन्ति निखिलान परान्विहाय। ते निर्जरत्वमिह यान्ति कलेवरेण भू वह्निवायुगगनाम्बुविनिर्मितेन मोहान्धकारभरिते हृदये मदीये मात: सदैव कुरु वासमुदारभावे। स्वीयाखिलावयवनिर्मलसुप्रभाभिः, शीघ्रं विनाशय मनोगतमन्धकारम् ब्रह्माजगत्सृजति पालयतीन्दिरेशः, शम्भुर्विनाशयति देवि! तव प्रभावैः। नस्यात् कृपायदि तवप्रकटप्रभावे न स्युः कथञ्चिदपि ते निजकार्यदक्षा: IPરા. लक्ष्मी र्मेधा धरा पुष्टि गौरी तुष्टिः प्रभा धृतिः । एताभिः पाहि तनुभिरष्टाभि माँ सरस्वति ! सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः । वेदवेदान्तवेदार्ज विद्यास्थानेभ्य एव च सरस्वति महाभागे विद्ये कमललोचने। विद्यारुपे विशालाक्षि ! विद्यां देहि नमोऽस्तु ते यदक्षरं पदं भ्रष्टं मात्राहीनं च यद् भवेत् । तत्सर्वं क्षम्यतां देवि ! प्रसीद परमेश्वरि I૬૪ll અમારું રક્ષણ કરે. શ્રેતરૂપવાળી બ્રહ્મવિચારના પરમસારરૂપ, પ્રથમ, જગવ્યાપિની, હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરેલી, અભચને આપનારી, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી, હાથમાં સ્ફટિકની માળાને ધારણ કરનારી, પદ્માસનમાં સારી રીતે સ્થિર રહેલી, પરમેશ્વરી, ભગવતી બુદ્ધિપ્રદાન કરનારી તે શારદાને હું વંદન કરું છું. જેણે વીણા ધારણ કરી છે, અપાર માંગલ્યનું દાન કરવું એ જેનો સ્વભાવ છે, ભકતોનાં દુઃખોનો જે નાશ કરે છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેને વંદન કરે છે જે ચશપ્રદાન કરનાર છે, સર્વ મનોરથ સિદ્ધ કરનાર છે શ્રેષ્ઠ પૂજનીય છે તેવી વિદ્યા પ્રદાચિની (આપનારી) સરસ્વતીને હું નિત્ય નમન કરું છું. ૭ શ્વેત કમળોથી પૂર્ણ વિમલ (નિર્મલ) આસન ઉપર વિરાજમાન, શ્વેતવસ્ત્રોથી ઢંકાયેલા સુંદર દેહવાળી, ખીલેલા. મનોહર શ્વેત કમળ સમાન મંજુલ મુખવાળી અને વિદ્યા પ્રદાન કરનારી હે સરસ્વતી ! તને હું નિત્ય નમન કરું છું. ૮ | હે માતા ! તારા ચરણકમળની ભકિતથી યુકત જે (ભકતો) અન્ય સર્વ છોડીને તારું ભજન કરે છે તે આ પૃથ્વી-અગ્નિ-વાયુઆકાશ તેમજ જળથી બનેલા (મનુષ્ય) શરીરથી જ (અર્થાત્ આ લોકમાંજ) દેવત્વને પ્રાપ્ત કરે છે હે ઉદાર બુદ્ધિવાળી માતા ! મોહરૂપી અંધકારથી ભરેલાં મારા હૃદયમાં હંમેશા નિવાસ કર અને તારા સર્વ અંગોની નિર્મળ કાંતિથી મારા મનમાં રહેલ અંધકારનો શીધ્ર (જલ્દીથી) વિનાશ કર. ૧૦ હે દેવી ! તારા પ્રભાવથી જ બ્રહ્મા જગતનું સર્જન કરે છે. ઈન્દિરા (અર્થાત્ લક્ષ્મી) પતિ વિષ્ણુ (જગતનું) પાલન કરે છે. અને શિવજી (જગતનો) સંહાર કરે છે પ્રગટપ્રભાવવાળી છે (માતા) જો તારી કૃપા ન હોય તો કયારેય પણ તે (બ્રહ્માદિ) પોતાના કાર્યો કરવા માટેનું સામર્થ્ય ન દાખવી શકે. ૧૧ હે સરસ્વતી ! લક્ષ્મી, મેધા, ધરા, પુષ્ટિ, ગોરી, તુષ્ટિ, પ્રભા અને ધૃતિ આ આઠ રૂપોથી તું મારી રક્ષા કર. ૧૨ સરસ્વતીને નિત્ય નમસ્કાર છે, ભદ્રકાળીને વારંવાર નમસ્કાર છે તેમજ વેદ-વેદાંત-વેદાંગ વિદ્યાનાં સ્થાનોને પણ (નમસ્કાર) છે. ૧ ૩ હે સરસ્વતિ ! હે મહાભાગ્યવતી ! હે વિદ્યા! હે કમલ લોચના ! હે વિદ્યારૂપિણી! હે વિશાળ નેત્રવાળી ! તને નમસ્કાર, તું મને વિદ્યા પ્રદાન કર. હે દેવી ! જે અક્ષર-પદ અથવા માત્રામાં ક્ષતિ થઈ હોય તે સર્વને ક્ષમા કર. હે પરમેશ્વરી ! તું પ્રસન્ન રહે. ૧૫ પ૭ ભાષાંતર જે કંદ (એક પ્રકારનો મોગરો)ના પુષ્પ ચંદ્ર બરફ અને હાર સમાન શ્વેત છે, જેણે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, જેના હસ્ત ઉત્તમ વીણારૂપી દંડથી સુશોભિત છે જે શ્વેત કમળના આસન ઉપર વિરાજમાન છે. જે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વિગેરે દેવો વડે હંમેશા વંદન કરાયેલી છે તે સર્વ પ્રકારના અજ્ઞાનનું હરણ કરનારી સરસ્વતી દેવી મારું રક્ષણ કરો. દિશાઓમાં પુંજીભૂત થયેલી પોતાની દેહલતાની આભાથી જ ક્ષીર સમુદ્રને દાસ બનાવનારી, મંદ હાસ્યથી શરદઋતુના ચંદ્રને તિરસ્કૃત કરનારી હે કમલાસના સુંદરી ! હું તને નમસ્કાર કરું છું. ૨ શરદ ઋતુના કમળ સમાન મુખવાળી સર્વ (મનોરથો) પ્રદાન કરનારી શારદા (દેવી) સર્વ સંપત્તિ સહિત હંમેશાં અમારા મુખકમળમાં નિવાસ કરે. ૩ વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી જેના અનુગ્રહ (ઉપકાર)થી ભકતો દેવપણાને પ્રાપ્ત કરે છે તેને હું નમન કરું છું.૪ બુદ્ધિરૂપી સુવર્ણમાટે કસોટીરૂપ પથ્થર સમાન સરસ્વતી, જે કેવળ શબ્દથી જ બુદ્ધિમાન અને મૂરખની પરખ કરે છે, તે ૧૪ શ્રી સરસ્વતી સ્તોત્ર સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy