SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ લુંટારાથી આપના બંને ચરણ કમળમાં પ્રણામ કરવાથી ભય રહેતો નથી. ભાષાન્તર શ્રેષ્ઠ - પ્રિય - સફેદ રાજહંસના વાહનવાળી, કમળની નાળા (તન્ત)ની (કોમળ) ઉપમાવાળા વસ્ત્રોથી શોભતી, બરફ(હિમ) - કુંદ જાતિના પુષ્પ અને ચંદ્રમાની સમાન શોભાવાળી, સ્તુતિ કરવા લાયક સુંદર (મનોહર) ભારતીદેવી હંમેશાં પ્રસન્ન થાઓ. પોતાના ભકતરૂપી વૃક્ષોને અમૃતનું સિંચન કરવા માટે ઉત્સુક બનેલી, પોતાના દેહની શોભા, કાંતિ અને બુદ્ધિથી ભરેલી, પોતાની વાણીથી વિશ્વની મધુરતાને જીતેલી, અમૃતમચી સુંદર ભારતીદેવી હંમેશા પ્રસન્ન થાઓ. અમૃતથી ભરેલા (કમંડળ) સુ(સુંદર)પાત્રને ધારણ કરનારી, પવિત્ર હાથમાં પુસ્તકોના પત્રને ધારણ કરનારી, તથા એ પ્રમાણે જ ઉત્તમ વીણાવાજીંત્રને વગાડનારી સરસ્વતી દેવી મારા પ્રણામ કરવાથી પ્રસન્ન થાઓ. જિ ને દ્રદેવથી કહેવાયેલ શાસ્ત્રની વાર્ મચી સ્વરૂપ, ગણધર(ભગવંત)ના મુખરૂપી ગુફામાં સુંદર નર્તકીસ્વરૂપ અને ગુરુના મુખરૂપી કમલમાં (હંસી = શારદા) હર્ષને પામે છે. તે સરસ્વતી મારા બંને નેત્રોને પવિત્ર કરે. શરદઋતુના ચંદ્રમાની સમાન સુંદરતા (શોભા)વાળી આથી કરીને પ્રફુલ્લિત થયેલી સુંદર કેતકીપત્ર સમાન લોચનવાળી. વિરાજમાન થયેલી તે જ મૃતદેવતા છે (જે) ગાઢશીલવાળી સરસ્વતી અનદિત થઈને પ્રણામ કરાય છે. જડતાનો વિનાશ (કરનારી) સબદ્ધિને આપનારી તું પહેરવેશથી સફેદ જ શોભે છે. તારી કૃપાદૃષ્ટિથી જોવાયેલો પંડિતપુરષ સભાઓમાં ઔચિત્યપૂર્ણ વાણીને બોલનારો થાય. સમસ્ત દેવો-દાનવો અને માનવોથી પૂજાયેલી, ત્રણેય જગતના જનસમૂહવડે કરાયેલી (થયેલી) અત્યંત માનવાળી, કે જેનાથી (પોતાના) સુસૌમ્યમુખથી બધા (લોક) ને જીતેલાં છે એવી હંસવાહિની મારા હૃદયમાં બિરાજમાન થાઓ. ૧૦ હે મિત્ર! અહિં ઓમ્ (%) કહીને તે પછી હીમ્ (હ) અને તે પછી કલીમ્ (કલર) બોલવું. બ્લીમ (બ્લ) શ્ર પછી હસકલા પદ, હૈં અને એમ્ નમઃ એ અન્ત મૂકવું. આ રીતિએ જે મનુષ્ય એકલાખનો જાપ કરે છે, અને તે પછી દશહજારનો “સ્વાહા'' પૂર્વક અગ્નિમાં હોમ કરે તેને સમસ્ત સિદ્ધિ થાય છે. - ૧૧ ' અરે અરે માનવ ! શ્રુતજ્ઞાનમાં હોંશીયારીને પ્રાપ્ત કરવાની જો તું વાંછા રાખે છે, તે પછી સ્વ પર દર્શનશાસ્ત્રો (અને) સઘળાંય કાવ્યગ્રંથોમાં તું પટુતા મેળવવાની ઈચ્છા રાખે છે તો ચિત્તની સ્થિરતા રાખીને વાણીથી સુંદર દરરોજ તે મંત્રનો જાપ કર. તેથી પૃથ્વીમંડલ ઉપર જલ્દીથી શ્રેષ્ઠ પૂજ્ય પંડીત થઈશ. ૧૨ ગણોથીબળવાન, સરલકમળના આસનવાળી, શ્વેતકું દ - જાતિના કુલના જેવા દાંતવાળી, સુખને આપનારી, વિદ્યાવાળી, મલયચંદનના રસથી લેપ કરાયેલી સુંદર આ લોકમાં મહાન એવી સરસ્વતી દેવી વિજય પામે છે. - ૧૩ હંમેશા હસ્તકમલ ઉપર ક્રીડા કરવાને ઉત્સુક બને લી, મૃતસાગરના મધ્યભાગમાંથી ઉત્પન્ન થયેલ ચંદ્રની જેવી ઉજ્જવળ કલાઓના મોટા આદાન-પ્રદાનના આગ્રહવાળી ઉત્તમ એવી. જપમાળા છે. સુશીલ વિજયસૂરિ વડે કરાયેલા આ શુભસ્તોત્રને જે આ લોકમાં ભણે છે. તે ભકિતથી ભરેલો થાઓ. તેને પ્રસન્નતાપૂર્વક વરદાન આપનારી - વરદાયિની આ મૃતદેવતા અત્યંત શીધ્રપણે સિદ્ધિને આપનારી થાય. ૧૫ રાજસ્થાન (મરુધર)ના સિરોહીપુરનગરમાં વિક્રમ સંવત ૨૦૩૩ આસો સુદ વિજયાદશમીની તિથિએ શુક્રવારે મારા વડે સ્તુતિ કરાઈ છે. ૧૬ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર ઉગે છે, જ્યાં સુધી મેરૂ પર્વત છે, જયાં સુધી નવગ્રહો - નક્ષત્રો - મહાસાગરો અને આઠ વસુઓ છે ત્યાં સુધી આ સ્તોત્ર પાઠ કરનારાઓને શુભને માટે થાઓ. એ પ્રમાણે હું ગણસ્વરૂપી અને કલ્યાણને આપનારી (માતા) વાદેવી, વરદાયિનીને પ્રાર્થના કરું છું. ૧૭ પંડિતલોકો ધનથીહીન હોવા છતાં પણ કંઈક કૃપાથી કોમળ બનેલા વાકય સંપત્તિવાળા માન્ય થયેલાં છે. સર્વપ્રકારે વિલાસ પામે છે અને મનુષ્યોના ચિત્તને પ્રતિક્ષણ દરેક સમયે હરણ (આવર્જિત) કરે છે. કમળપત્રના જેવી હસ્તની આંગળીઓની વચ્ચે ફરનારી સુંદર તારી સ્ફટિકમાળા શોભે છે. (અને) સમસ્ત શાસ્ત્ર રૂપી. સમુદ્રોના તરંગો રૂપી દોરડાઓમાં ચાર હાથ (દેવો) ને સારી રીતે ધારણ કર્યા હોય એમ તું હર્ષ પામે છે. હાથી-સિંહ અને સપના ગાઢ જંગલમાં, પિશાચ-ભૂત વિગેરેથી ઉપસર્ગ (સંકટ) થયેલા વનમાં ચોરથી - દુર્જનથી કે -: સંપૂર્ણ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy