SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-પ રપ૧ છેદનારું(નાશ કરવાવાળું છે. આ સિદ્ધિ, મુક્તિ, નિર્માણ–મોક્ષ,નિર્વાણ–શાંતિનો માર્ગ છે. આ સત્ય, અવિચ્છિન્ન અને સર્વ દુઃખોનો નાશ કરવાનો માર્ગ છે. આ નિગ્રંથ પ્રવચનમાં સ્થિત મનુષ્ય, સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત થાય છે તથા સર્વ દુઃખોનો અંત કરે છે. હું આ નિગ્રંથ ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરું છું, એનું આચરણ અને અનુપાલન કરું છું. આ નિગ્રંથ ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરતાં, એનું પાલન અને અનુપાલન કરતાં, આ નિગ્રંથ ધર્મની આરાધનાને માટે હું તત્પર થાઉં છું, વિરાધનાથી વિરમું છું. હું અસંયમ, અબ્રહ્મચર્ય, અકલ્પ, અજ્ઞાન, અક્રિયા, મિથ્યાત્વ, અબોધિ અને અમાર્ગનો ત્યાગ કરું છું તથા સંયમ, બ્રહ્મચર્ય, કલ્પ, જ્ઞાન, ક્રિયા, સમ્યકત્વ બોધિ અને સન્માર્ગનો સ્વીકાર કરું છું. અતિચારની સ્મૃતિ અથવા વિસ્મૃતિ, તેનું પ્રતિક્રમણ અને અપ્રતિક્રમણના સંબંધી સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. * હું શ્રમણ છું, સંયત અને વિરત છું. મેં ગયા કાળના પાપોની આલોચના કરી છે અને ભવિષ્યમાં પાપકર્મો કરવાના પ્રત્યાખ્યાન કર્યા છે. હું નિયાણાથી મુક્ત, દષ્ટિ સંપન્ન અને કપટ સહિત જુઠ્ઠાનો ત્યાગ કરનારો છું. (આ શબ્દોને જોતાં આ પાઠ શ્રમણો માટે જ છે શ્રાવકો માટે નથી) અઢીદ્વીપ, બે સમુદ્રો અને પંદર કર્મભૂમિમાં હું મુહપત્તિ, રજોહરણ, ગુચ્છો અને પાત્રને ધારણ કરનારા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલાંગ ગુણોને ધારણ કરનારા, અક્ષત આચાર અને ચારિત્ર ધારણ કરનારા જે સાધુ છે, તે બધાને મસ્તક અને મનની એકાગ્રતાપૂર્વક મસ્તક નમાવીને(હાથ જોડીને)વંદન કરું છું. ' સામાયિક સૂત્ર ભાષાનુવાદ છે નમસ્કાર મંત્રઃ અરિહંતોને મારા નમસ્કાર હોજો. સિદ્ધોને મારા નમસ્કાર હોજો. આચાર્યોને મારા નમસ્કાર હોજો. ઉપાધ્યાયોને મારા નમસ્કાર હોજો. લોકમાં બધા સાધુઓને મારા નમસ્કાર હોજો. આ પંચ પરમેષ્ટિને કરાયેલો નમસ્કાર બધા પાપોનો નાશ કરનાર છે અને તે બધા મંગલોમાં પ્રથમ મંગલ છે. ગુરુવંદનાનો પાઠ ( તિવૃત્તો) - હે ભગવાન! હું આપની જમણી બાજુથી ત્રણ વાર પ્રદક્ષિણા કરું છું, વંદણા કરું છું, નમસ્કાર કરું છું, સત્કાર કરું છું, સન્માન આપું છું, ભગવાન આપ કલ્યાણ રૂપ છો, આપ મંગલરૂપ છો, આપ દેવરૂપ છો, આપ જ્ઞાનવંત છો, હે ભગવાન હું આપની સેવામાં બેસું છું અને મસ્તક નમાવીને વંદન કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy