________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
યુક્ત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત અત્યંત શ્વેત માંસ યુક્ત, જલ્લ, મલ અને ડાઘ રહિત તેમનું શરીર હતું. તેથી તેમના પ્રત્યેક અંગોપાંગ નિરુવલેપ, સ્વચ્છ અને તેજોમય હતા.
૯૪
શ્રેષ્ઠ લક્ષણોયુક્ત ઉન્નત તેમનું મસ્તક હતું. શ્યામવર્ણવાળા, મુલાયમ ચમકતા વાંકળીયા વાળ તેમના મસ્તક ઉપર હતા. તેમના મસ્તકનું શિખર છત્રાકાર, ગુમડા ફોડકી કે ઘાવના ચિહ્નોથી રહિત હતું, તેમના અંગોપાંગ-અર્ધચંદ્રાકાર લલાટ, પૂર્ણચંદ્ર સમ મુખ, સુશોભિત કાન, ભરાવદાર ગાલ, ધનુષાકાર ભ્રમર, પુંડરીક કમળ સમાન શ્વેત નયન, પદ્મકમળ સમાન વિકસિત આંખ, ગરૂડની ચાંચ જેવી લાંબી નાસિકા, બિંબફળ સમાન હોઠ, ગાયના દૂધ તથા શંખ જેવી સફેદ દંતશ્રેણી હતી. તેમના જીભ અને તાળવું તપેલા સુવર્ણ જેવા લાલ હતા; દાઢી-મૂછના વાળ સ્થિર રહેતા, તેમની હડપચી માંસલ હતી, તેમની ગ્રીવા ચાર આંગળ પહોળી ઉત્તમ શંખ સમાન ત્રિવલીયુક્ત હતી.
તેમના શ્રેષ્ઠ હસ્તી સમાન ખભા, ગોળ લાંબી ભુજાઓ, મજબૂત સ્નાયુઓ, નાગરાજની સમાન વિસ્તીર્ણ દીર્ઘ બાહુ, લાલાશ યુક્ત હથેળીઓ, ઉન્નત-કોમળ સુગઠિત હાથ અને નિષ્કિંદ્ર આંગળીઓ હતી. તેમની હથેળીમાં ચન્દ્ર, સૂર્ય, ચક્ર, દક્ષિણાવર્ત સ્વસ્તિક આદિની શુભ સૂચક રેખાઓ હતી. તેમનું વક્ષસ્થળ(છાતી) સુવર્ણશિલાના તળિયા જેવું સ્વચ્છ, પ્રશસ્ત, સમતલ, વિશાળ તથા સ્વસ્તિક ચિહ્ન યુક્ત હતું. માંસલતાને કારણે તેમના હૃદયની પાંસળીઓ દેખાતી નહોતી. શરીર સુવર્ણની સમાન દીપ્ત, સુંદર, રોગરહિત, સુનિષ્પન્ન અને ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણ યુક્ત હતુ. તેમનો પાશ્ર્વભાગ નીચે તરફ ક્રમશઃ સાંકડો હતો. તેમની છાતી અને પેટ ઉપર રોમરાજી હતી. તેમના ઉદરની નીચેના બન્ને પડખાઓ સુનિષ્પન્ન હતા. તેમનું માછલી જેવું ઉદર હતું. તેમની નાભિ ગોળ સુંદર અને વિકસિત હતી. શ્રેષ્ઠ સિંહની કમર જેવી ગોળ ઘેરાવવાળી તેમની કમર હતી.
શ્રેષ્ઠ ઘોડાના ગુપ્તાંગ જેવો ગુહ્યભાગ(ગુદા અને પુરુષ ચિહ્ન) હતો, જે સદાય નિર્લેપ રહેતો. હાથીની સૂંઢ જેવી સુગઠિત તેમની જંઘા હતી. ડબ્બાના ઢાંકણ જેવા સુંદર તેમના ઘુંટણો હતા. મૃગ સમાન ગોળ તેમની પીંડીઓ હતી. તેમના પગ મનોજ્ઞ હતા, પગની આંગળીઓ ક્રમશઃ અનુપાતિક રૂપમાં સુંદર હતી, ત્રાંબા જેવા લાલ નખ હતા. પગના તળીયા લાલ કમળના પાંદડા સમાન સુકુમાર-કોમળ હતા. તેમાં, પર્વત, નગર, મગર, સાગર, ચંદ્ર, સ્વસ્તિક જેવા મંગલ ચિહ્નોની રેખાઓ અંકિત હતી.
તેમનું અસાધારણ રૂપ હતું. તેમનું તેજ નિર્ધમ અગ્નિ સમાન હતું. તે પ્રાણાતિપાત આદિ આશ્રવ રહિત, મમતા રહિત અને અકિંચન હતા તથા નિરુપલેપ(કર્મબંધથી રહિત) હતા. તેઓ નિગ્રન્થ પ્રવચનના ઉપદેશક, ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org