________________
૯૨T
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
પોપટ, મોર, મેના, કોયલ, ચકોર, તેતર, સારસ, હંસ આદિ પક્ષીઓના મધુર સ્વરોથી તે ગુંજતું હતું. ભ્રમરો અને મધમાખીઓનો સમૂહ ત્યાં મધના લોભથી ગુંજારવ કરતો હતો. જેથી તે સ્થાન મદમસ્ત, ચિત્તાકર્ષક હતું. તે અશોકવૃક્ષ રમણીય, સુખપ્રદ, દર્શનીય, મનોજ્ઞ હતું. આ અશોકવૃક્ષ તિલક, લકુચ, ક્ષત્રોપ, શિરીષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોદ્રવ, ચંદન, અર્જુન, લીમડો, કુટજ, કદંબ, સવ્ય, ફણસ, દાડમ, શાલ, તાલ, તમાલ, પ્રિયક, પ્રિયંગુ, પુરો પગ, રાજવૃક્ષ, નન્દીવૃક્ષ ઈત્યાદિ અનેક વૃક્ષોથી ઘેરાયેલું હતું. તે વૃક્ષો પણ ઉત્તમ કોટીની વિવિધ લતાઓથી વેષ્ટિત(વીંટળાયેલા) હતા. તે લતાઓ બધી જ ઋતુઓમાં ફાલીફૂલી રહેતી. ૬શિલાપટ્ટક – અશોકવૃક્ષની નીચે થડની પાસે ચબૂતરાની જેમ એકઠી થયેલી માટી ઉપર એક શિલાપટ્ટક હતું. જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સપ્રમાણ હતી. ચમકતો શ્યામવર્ણવાળો શિલાપટ્ટક અષ્ટકોણીય તથા કાચ જેવો સ્વચ્છ હતો. તેની ઉપર મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, અષ્ટાપદ, હાથી, ઘોડા, બળદ, વનલતા, પાલતાના ચિત્રો ચિત્રિત હતા. તેનો સ્પર્શ ખૂબ કોમળ લાગતો હતો. તેનો આકાર સિંહાસન જેવો હતો; જે સુખપ્રદ, દર્શનીય, મનોજ્ઞ અને અતિમનોજ્ઞ હતો. ૭. ચંપાધિપતિ કુણિક રાજા :- તે ચંપાનગરીના કુણિક રાજા મહાહિમવાન પર્વતની સમાન મહત્તા, પ્રધાનતા, વિશિષ્ટતા યુક્ત હતા. તેના પ્રત્યેક અંગ શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત હતા. તે રાજા ઘણા લોકો દ્વારા સન્માનિત અને પૂજિત હતા. તેના અનુશાસનવર્તી અન્યોન્ય રાજાઓ દ્વારા તેનો રાજયાભિષેક થયો હતો. તે સ્વભાવે કરૂણાશીલ, સ્થાપિત મર્યાદાઓનું પાલન કરનારા, બધાને અનુકૂળતા દેનારા અને તેઓને સ્થિર રાખનારા હતા. તે મનુષ્યમાં ઇન્દ્ર સમાન હતા, રાષ્ટ્ર માટે પિતૃતુલ્ય, પ્રતિપાલક, હિતકારક, કલ્યાણકારક, પથપ્રદર્શક હતા. વૈભવ, સેના, શક્તિ આદિની અપેક્ષાએ મનુષ્યોમાં તે શ્રેષ્ઠ હતા. તે સિંહની સમાન બળવાન, નિર્ભય અને નિડર હતા, વાઘની સમાન શૂરવીર, ક્રોધમાં સર્પ તુલ્ય, શ્વેત કમળ જેવા કોમળ હૃદયી, ગંધ હસ્તી સમાન અજેય હતા.
તેના રાજયમાં મોટા મોટા ભવન, આસન, રથ, ઘોડા, સવારીઓ, વાહનો આદિ પુષ્કળ પ્રમાણમાં હતાં. વિપુલ સોના-ચાંદીના ભંડારો હતા; દાસ-દાસીઓ, ગાય-ભેંસ, વિપુલ ખજાનો, અન ભંડાર, શસ્ત્ર ભંડાર તેમજ પ્રભૂત સેના હતી. તે સમૃદ્ધ, પ્રભાવયુક્ત અને સુપ્રસિદ્ધ હતા. તેમણે સીમાવર્તી રાજાઓને સ્વાધીન કરી રાખ્યા હતા. તે રાજાઓ વિરોધ કરનારાઓને પ્રાયઃ નષ્ટ કરી દેતા, તેનો માનભંગ કરતા, દેશનિકાલ કરતા અર્થાત્ પોતાના પ્રભાવથી પરાજિત કરી દેતા.
આ રીતે કુણિક રાજા અકાલ, મહામારી આદિ ઉપદ્રવોથી રહિત, ક્ષેમકારી, Jain વિનરહિત રાજ્યના શાસક હતા..ivate & Personal Use Only
www.jainelibrary.org