________________
૮૯,
L
તત્ત્વ શાસ્ત્ર ? ઔપપાતિક સૂત્ર પ્રતિપાદન છે. આ સૂત્રની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવતી આદિ અંગ આગમોમાં પણ આ સૂત્રને જોવાનો સંકેત કરેલ છે. તેનું કારણ એ છે કે આ સૂત્રમાં અનેકવિષયોનું વિસ્તારથી વર્ણન છે, જ્યારે અન્ય સૂત્રોમાં સંક્ષિપ્ત કથન છે. આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના સમસ્ત અંગોપાંગોનું ઉપમાયુક્ત વર્ણન છે. સમવસરણનું પણ જીવંત ચિત્રણ થયેલું છે. ભગવાનની ઉપદેશવિધિ પણ અહીં સુરક્ષિત છે. તપનું સુંદર વિશ્લેષણ મેદ-પ્રભેદો દ્વારા કરવામાં આવેલ છે. આમાં વૈદિક અને શ્રમણ પરંપરાના પરિવ્રાજકો, તાપસો એવં શ્રમણોની આચારસંહિતા પણ આપેલી છે. વળી તેમાં અંબડ સંન્યાસીનું રોચક વર્ણન છે. અંતમાં સિદ્ધાવસ્થાનું સાંગોપાંગ સ્વરૂપ સમજાવેલ છે. આ સૂત્રનું પરિમાણ ૧૨00 શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. સંસ્કરણ – આ સૂત્રના સમયે-સમયે અનેક સંસ્કરણ પ્રકાશિત થયા છે. જેમાં અભયદેવ સૂરિ કૃત સંસ્કૃત ટીકા, આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. કૃત સંસ્કૃત ટીકા તથા અનેક હિન્દી, ગુજરાતી, અર્થ યુક્ત પ્રકાશન થયા છે. આગમ પ્રકાશન સમિતિ બાવરથી વિવેચન યુક્ત સુંદર પ્રકાશન થયેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં પણ આ સંસ્કરણના આધારે સારાંશ આપવાનો ઉપક્રમ કરેલ છે.
આગમ મનીષી ત્રિલોક મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org