________________
૬૪ |
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
દસ નામ:- નામકરણ દસ પ્રકારના હોય છે. યથા– (૧) ગુણ નિષ્પન્ન નામશ્રમણ, તપસ્વી, પવન, (૨) ગુણ રહિત નામ-સમુદ્ગ, સમુદ્ર, પલાશ, ઈન્દ્રગોપ. કીડા (૩) આદાનપદ નિષ્પન્ન નામ– પ્રારંભિક પદથી અધ્યયન આદિનું નામ ભકતામર, પુચ્છિન્નુર્ણ (૪) પ્રતિપક્ષપદનિષ્પન્ન નામ–અલાબુ, અલત્તક. (૫) પ્રધાનપદ નિષ્પન્ન નામ– આમ્રવન વગેરે. (૬) અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામધર્માસ્તિકાય આદિ. (૭) નામનિષ્પન્ન નામ– મૃગાપુત્ર, પાંડુપુત્ર, પાંડુસેન. (૮) અવયવ નિષ્પન્ન નામ- પક્ષી, દ્વિપદ, ચતુષ્પદ, જટાધારી આદિ. (૯) સંયોગ નિષ્પન્ન નામ-ગોપાલક, દંડી, રથિક, નાવિક, મારવાડી, હિન્દુસ્તાની, પંચમારક, (પાંચમા આરાના મનુષ્ય), હેમંતક, વસંતક, ચોમાસી, સંવત્સરી, જ્ઞાની, સંયમી, ક્રોધી. ૧૦મું પ્રમાણ નિષ્પન્ન નામ- એના ચાર પ્રકાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને
ભાવ. (૧) કોઈનું પ્રમાણ” નામ રાખ્યું તે નામ પ્રમાણ નિષ્પન્ન. (૨) સ્થાપના નિષ્પન્ન નામ– ૨૮ નક્ષત્રો અને એના દેવતાઓના નામ. અનેક પ્રકારના કુળ નામ– ઉગ્રકુળ, ભોગકુળ, ઇક્વાકુકુળ. અનેક પ્રકારના પાસંડ નામ- શ્રમણ, પાંડુરંગ, ભિક્ષ, પરિવ્રાજક, તાપસ વગેરે. અનેક પ્રકારના ગણ નામ– મલ્લગણ વગેરે આ બધા સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામની અંદર સમાય છે. (૩) દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ– ધર્માસ્તિકાયાદિ છે. (૪) ભાવ પ્રમાણ નિષ્પન્ન નામમાં સમાસ, તદ્ધિત, ધાતુજ, નિરુક્તિજ એ ચારેય અને એના અનેક ભેદાનભેદ તથા ઉદાહરણ પણ કહેલ છે.
સમાસ સાત છે– ૧. લંદ ૨. બહુવ્રીહિ૩. કર્મધારય ૪. દ્વિગુ ૫. તપુરુષ ૬. અવ્યવીભાવ ૭. એક શેષ અર્થાત્ સમાસ નિષ્પન્ન નામ સાત પ્રકારના છે.
તદ્ધિત નિષ્પન્ન નામ આઠ પ્રકારના છે–૧. કર્મથી- વ્યાપારી, શિક્ષક, ૨. શિલ્પથી- કાષ્ઠકાર, સુવર્ણકાર, ચિત્રકાર, ૩. શ્લોકથી– શ્રમણ, બ્રાહ્મણ, ૪. સંયોગથી– રાજ જમાઈ, ૫. સમીપ નામ–બેનાતટ ૬. સંયૂથ નામ- ટીકાકાર, શાસ્ત્રકાર, તરંગવતીકાર ૭. ઐશ્વર્યનામ – શેઠ, સાર્થવાહ, સેનાપતિ, ૮.
અપત્યનામ- રાજમાતા, તીર્થકર માતા. ધાતુથી નિષ્પન્ન નામ ધાતુજ કહેવાય છે. નિરુક્ત નિષ્પન્નનામ- મહિષ, ભ્રમર, મુસળ, કપિત્થ. આ દસ નામ પ્રકરણ પૂર્ણ થયું. (૩) પ્રમાણ” ઉપક્રમ:- આ ચાર પ્રકારના છે. યથા– (૧) દ્રવ્ય પ્રમાણ (૨) ક્ષેત્ર પ્રમાણ (૩) કાલ પ્રમાણ (૪) ભાવ પ્રમાણ. દ્રવ્ય પ્રમાણના પાંચ પ્રકાર છે યથા(૧) માન પ્રમાણ:- ધાન્યને માપવા માટેનું સૌથી નાનું માપ મુઠ્ઠી છે. બે મુઠ્ઠી = પસલી, બે પસલી = એક ખોબો, ચાર ખોબા = એક કુલક, ચાર કુલક = એક પ્રસ્થ, ચાર પ્રસ્થ = એક આઢક, ચાર આઢક = એક દ્રોણ, સાઠ આઢક = નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org