________________
તવ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
|| પ૭ | ઉપક્રમ વર્ણન છે. અન્ય અપેક્ષાએ (શાસ્ત્રીય દષ્ટિએ) ઉપક્રમ – ઉપક્રમના છ પ્રકાર છે– ૧. આનુપૂર્વી ર. નામ ૩. પ્રમાણ ૪. વક્તવ્યતા પ. અર્થાધિકાર ૬. સમવતાર. (૧) આનુપૂર્વી ઉપક્રમ – આનુપૂર્વીના દશ પ્રકાર છે. ૧. નામ ર. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ક્ષેત્ર ૫. કાળ ૬. ઉત્કીર્તન ૭. ગણના ૮. સંસ્થાન ૯. સમાચારી ૧૦, ભાવાનુપૂર્વી.
આનુપૂર્વી, અનુક્રમ એવં પરિપાટી એ ત્રણે એકાર્થક શબ્દ છે. અર્થાત્ એકની પાછળ બીજું એવી પરિપાટીને આનુપૂર્વી કહે છે. દ્રવ્યાનુપૂર્વીઃ- (૧) કોઈ વિવક્ષિત (ઈચ્છિત) પદાર્થ ને પહેલા વ્યવસ્થાપિત કર્યા પછી પૂર્વાનુપૂર્વી ઇત્યાદિ ક્રમથી અન્યોન્ય પદાર્થોને રાખવા એ દ્રવ્યાનુપૂર્વી છે. એને “ઉપનિધિકી આનુપૂર્વી' કહે છે. (૨) પદાર્થોને પૂર્વાનુપૂર્વી આદિ ક્રમની અપેક્ષા રાખ્યાવિના વ્યવસ્થાપિત કરવા અથવા સ્વભાવતઃ સ્કંધોનું વ્યવસ્થાપિત થઈ જવું, કોઈપણ ક્રમથી જોડાઈ જવું એ પણ દ્રવ્યાનુપૂર્વી છે. એને “અનૌપનિધિકી આનુપૂર્વી' કહે છે. (૩) આનુપૂર્વી એ છે કે જ્યાં આદિ, મધ્ય અને અત્તનું વ્યવસ્થાપન હોય. એટલે જ પરમાણુ અનાનુપૂર્વી છે. ક્રિપ્રદેશ સ્કંધમાં આદિ(પ્રથમ) અને અંત છે પરંતુ મધ્ય ન હોવાથી, તે અનાનુપૂર્વી નહીં પણ “અવક્તવ્ય છે. ત્રિપ્રદેશથી લઈને અનંતપ્રદેશ સ્કંધ આનુપૂર્વી છે. (૪) આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્યના એકવચન, બહુવચનના ભેદથી અસંયોગી ૬ ભંગ હોય છે. આ દ્વારા દ્વિસંયોગી ભંગ બનાવતાં ૧ર ભંગ બને છે. તેમજ ત્રણ સંયોગી ભંગ ૮ બને છે. આ રીતે કુલ ર૬ ભંગ બને છે. આ ભંગ વિકલ્પ આ પ્રમાણે છે. અસંયોગી ૬ ભંગ– ૧. આનુપૂર્વી ૨. અનાનુપૂર્વી ૩. અવક્તવ્ય ૪. આનુપૂર્તિઓ પ. અનાનુપૂર્વીઓ . અનેક અવક્તવ્ય. દ્વિસંયોગી ૧૨ ભંગ- ૧. આનુપૂર્વી એક અનાનુપૂર્વી એક ૨. આનુપૂર્વી એક અનાનુપૂર્વી અનેક ૩. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી એક ૪. આનુપૂર્વી અનેક અનાનુપૂર્વી અનેક. આ પ્રમાણે જ ચાર ભંગ આનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે અને ચાર ભંગ અનાનુપૂર્વી તથા અવક્તવ્યની સાથે હોય છે. કુલ ૧ર ભંગ છે. ત્રણ સંયોગી ૮ ભંગ થાય છે. યથા૧. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય એક. ૨. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી એક, અવક્તવ્ય અનેક. ૩. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય એક. ૪. આનુપૂર્વી એક, અનાનુપૂર્વી અનેક, અવક્તવ્ય અનેક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org