________________
તત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
પણ ‘આવશ્યક’ નામ હોઈ શકે છે.
સ્થાપના આવશ્યક :– કોઈ પણ વસ્તુ યા રૂપમાં કોઈપણ વ્યક્તિ અથવા વસ્તુની કલ્પના કરીને તેમાં સ્થાપિત કરવું તેને સ્થાપના કહે છે. આ સ્થાપના સત્યરૂપમાં પણ હોઈ શકે છે અને અસત્યરૂપમાં પણ હોઈ શકે છે. આ અપેક્ષિત સીમિત યા અસીમિત કાળ માટે હોઈ શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં એનો પ્રસંગ નથી. દ્રવ્ય આવશ્યક ઃ- (૧) અક્ષરશુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત અને વાચના આદિ ચારે દ્વારા શીખેલું ‘આવશ્યક શાસ્ત્ર’ જો અનુપ્રેક્ષા અને ઉપયોગ રહિત હોય તો તે દ્રવ્ય આવશ્યક આગમ છે.
૫૩
(૨) ભૂતકાળમાં આવશ્યક શાસ્ત્ર શીખેલ વ્યક્તિનું મૃત શરીર અથવા ભવિષ્યમાં જે આવશ્યક શાસ્ત્રને શીખશે એનું શરીર પણ ઉપચારથી દ્રવ્ય આવશ્યક છે. યથા- ધૃતકુંભ, જળકુંભ વગેરે.
(૩) સાંસારિક લોકો પ્રાતઃકાલીન જે આવશ્યક ક્રિયાઓ સ્નાન, મંજન, વસ્ત્રાભરણ પૂજાપાઠ, ખાવુંપીવું, ગમનાગમન વગેરે નિત્ય ક્રિયાઓ કરે છે, તે પણ ‘દ્રવ્યઆવશ્યક’ ક્રિયા છે.
(૪) સંન્યાસી તાપસ વગેરે પ્રાતઃકાળે ઉપલેપન, સમાર્જન, પ્રક્ષાલન,ધૂપદીપ, અર્ચા, તર્પણ આદિ નિત્ય આવશ્યક પ્રવૃત્તિઓ કરે છે, એ પણ દ્રવ્ય આવશ્યક ક્રિયાઓ છે.
(૫) જે નિગ્રંથ શ્રમણ પર્યાયમાં રહીને પણ શ્રમણ ગુણોથી રહિત છે, અત્યંત સ્વચ્છ વસ્ત્રોથી સજ્જ હોય છે ને જિનાજ્ઞા તથા શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, સ્વચ્છંદ વિચરણ કરે છે; તેઓ ઉભયકાળમાં વિધિયુક્ત આવશ્યક(પ્રતિક્રમણ) કરે છે તે પણ દ્રવ્ય આવશ્યક ક્રિયા કહેવાય છે.
ભાવ આવશ્યક :– એના બે પ્રકાર છે. (૧) ભાવ આવશ્યક આગમતઃ (૨) ભાવ આવશ્યક નોઆગમતઃ
(૧) અક્ષર શુદ્ધિ તથા ઉચ્ચારણ શુદ્ધિથી યુક્ત, ગુરૂપદિષ્ટ વાચના સહિત તથા અનુપ્રેક્ષા અને ઉપયોગપૂર્વક જે આવશ્યક છે તે “ભાવ આવશ્યક આગમતઃ’’ છે. (૨) ભાવ આવશ્યક નોઆગમતઃના(અર્થાત્ ક્રિયારૂપ આવશ્યકના) ત્રણ પ્રકાર છે– (૧) યથાસમય રામાયણ મહાભારત આદિનું ઉપયોગ સહિત વાંચન શ્રવણ કરવું તેને ‘ભાવ આવશ્યક લૌકિક’ ક્રિયા કહેવાય છે. (૨) સંન્યાસી, તાપસ યજ્ઞ, હવન, જાપ, વંદના, અંજલી વગેરે ઉપયોગ સહિત જે ક્રિયાઓ કરે છે તેને ‘કુંપ્રાવચનિક ભાવ આવશ્યક’ ક્રિયા કહેવાય છે. (૩) જે શ્રમણ નિગ્રંથો સંયમ પર્યાયમાં ભગવદાજ્ઞાનુસાર વિચરણ કરતાં એકાગ્રચિત્તથી સંપૂર્ણ ઉપયોગ રાખીને ઉભયકાળમાં પ્રતિક્રમણ કરે છે, અન્ય કોઈ પણ ચિંતનમાં મનને પ્રવૃત્ત રાખતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org