________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્ર
વ્યાખ્યાનું કથન ચાર મુખ્ય દ્વારો વડે કરવામાં આવ્યું છે. તેની સાથે સાથે પ્રસંગોપાત બીજા પણ જાણવા યોગ્ય વિષયો (તત્ત્વો)ની છણાવટ કરવામાં આવી છે.
આવી છણાવટમાં સાંસ્કૃતિક સામગ્રીઓનું પણ વર્ણન છે. જેમ કે– સંગીતના સાત સૂર, સ્વરસ્થાન, ગાયકના લક્ષણ, ગ્રામ, મૂર્ચ્છનાઓ, સંગીતના ગુણ અને દોષ, નવ રેસ, સામુદ્રિક લક્ષણ, ઉત્તમ પુરુષના લક્ષણ, ચિન્હ ઇત્યાદિ. નિમિત્તના સંબંધમાં પણ કંઈક પ્રકાશ પાડવામાં આવેલ છે. જેમ કે આકાશ દર્શન તથા નક્ષત્ર વગેરે પ્રશસ્ત હોય ત્યારે સુવૃષ્ટિ થાય અને અપ્રશસ્ત હોય તો દુષ્કાળ વગેરે થાય છે.
૪૧
સૂત્ર અને સૂત્રકાર ઃ– આના રચનાકાર આર્યરક્ષિત મનાય છે. તે મુજબ આ સૂત્રની રચના વીર(નિર્વાણ) સંવત ૫૯૨ની તથા વિક્રમ સંવત ૧૨૨ની આસપાસ મનાય છે.
આગમ પ્રભાવક શ્રી પુણ્યવિજયજી મ.સા.નું એવું મંતવ્ય છે કે અનુયોગ દ્વાર સૂત્રની રચના આર્યરક્ષિતે જ કરી છે એવું નિશ્ચયપણે કહી ન શકાય. તેથી ઉપાચાર્યશ્રી દેવેન્દ્રમુનિજીએ આ સૂત્રની રચના વીર નિર્વાણ પછી ૮૨૭ વર્ષે થઈ છે એવો ઉલ્લેખ પણ કર્યો છે. સાચા નિર્ણયના અભાવે પણ એટલું તો અવશ્ય માનવું પડે કે નંદી સૂત્રની રચના થઈ તે પહેલાં આ સૂત્રની રચના થઈ હોવી જોઈએ. આ સૂત્ર એક શ્રુત સ્કંધ છે. આમાં અધ્યયન ઉદ્દેશા નથી. આ સૂત્રનો ૧૮૯૨ શ્લોક પ્રમાણ મૂળ પાઠ માનવામાં
આવે છે.
આ સૂત્ર પર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તથા જિનદાસ ગણિ મહત્તર એમ બે પ્રાચીન આચાર્યોની પૂર્ણિ નામની વ્યાખ્યા ઉપલબ્ધ છે. આચાર્ય હરિભદ્રસૂરી તથા હેમચંદ્રાચાર્યની પ્રાચીન ટીકાઓ પણ મોજૂદ છે. વીસમી સદીમાં આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબે ૩ર સૂત્રો પર સંસ્કૃતમાં વ્યાખ્યા રચી હતી જે બધી જ પ્રકાશિત ઉપલબ્ધ છે. આચાર્ય શ્રી અમોલક ૠષિજી મ.સાહેબે ૩ર સૂત્રોનો હિંદી અનુવાદ પ્રકાશિત કરાવેલ
છે.
આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પણ હિંદી વિવેચન સહિત ૩૨ આગમો પ્રકાશિત થયેલ છે. આગમ નવનીત પ્રકાશન સમિતિ સિરોહીથી પણ ૩ર આગમોના નવનીત(સારાંશ) પ્રકાશિત થયા છે. એના જ આધારે આ ગુજરાતીમાં સારાંશ તૈયાર થયો છે.
ઉપસંહાર :- આ સૂત્રમાં ખૂબ જ ગંભીર અને જટિલ વિષયો છે. તેનું યથા– સંભવ સરળ અને સાદી ભાષામાં સારાંશ રૂપમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. નય-નિક્ષેપનું વર્ણન ખુલાસાવાર કરવામાં આવ્યું છે. જેનો અનુભવ વાચક પોતે જ કરશે એવો પૂર્ણ વિશ્વાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
આગમ મનીષી ત્રિલોકમુનિ
www.jainelibrary.org