________________
તત્ત્વ શાસ્ત્ર : અનુયોગદ્વાર સૂત્રા
૩૯
અનુયોગદ્વાર સૂત્ર | પ્રસ્તાવના :
સાંસારિક પ્રાણી અજ્ઞાન, મિથ્યાત્વ અને મોહ અવસ્થાના કારણે ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે. આ સ્થિતિમાંથી ઉગારવાવાળી માત્ર તીર્થકર પ્રભુની વાણી છે. જેના શ્રવણ મનન અધ્યયન દ્વારા જીવને રાહત સાંપડે છે. આજે તીર્થકર પ્રભુની વાણી આગમ રૂપમાં ગૂંથેલી એજ ગુણસભર ઉપલબ્ધ છે. અનેક મુમુક્ષુ પ્રાણીઓ આગમોના માધ્યમ વડે સન્માર્ગને પ્રાપ્ત કરે છે. શ્રમણ તથા શ્રમણોપાસક વર્ગ આજે પણ આ આગમોના આધારે ધર્મ શ્રદ્ધાળુ પુણ્યવાન જીવોને ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન વૃદ્ધિ કરાવવા માટે ધર્મોપદેશ આપે છે. આગમ આપણા મૌલિક સૂત્રરૂપ છે. એનો અર્થ અને વ્યાખ્યા–વિશ્લેષણ પણ એ આગમોના ભાવોને સંક્ષેપમાં તથા વિસ્તારમાં સમજવા માટે સહાયભૂત છે. પ્રાચીનકાળમાં એ અર્થ તથા વ્યાખ્યાઓને માટે "અનુયોગ" શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. સૂત્ર નામ તથા અર્થ વિચારણા – સૂત્રને અનુરૂપ અર્થ અને વ્યાખ્યા યોજવી એ "અનુયોગ" કહેવાય છે. સૂત્રના એ અર્થો, વ્યાખ્યાઓ અને વિશ્લેષણ રૂપ અનુયોગને કહેવાની સમજાવવાની જે પદ્ધતિ હોય છે, રીત હોય છે, અર્થાત્ જે ભંગ, ભેદ, આદિ ક્રમોના અવલંબન લઈને આગમ શબ્દો અને સૂત્રોની વ્યાખ્યા (અનુયોગ) કરવામાં આવે તેને અનુયોગ પદ્ધતિ કહેવાય છે. આ પદ્ધતિમાં જે ભંગભેદનું અવલંબન લેવામાં આવે છે, તેના મુખ્ય ભંગભેદોને "તાર” કહેવામાં આવે છે. કારનો અર્થ છે, સૂત્ર વ્યાખ્યામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ. પછી જે ભેદાનભેદ કરવામાં આવે છે, તેને “ઉપદ્વાર” કહે છે. તે ભંગ, ભેદાનભેદ, વિકલ્પ, ઉપદ્વાર કોઈ પણ શબ્દ વડે કહી શકાય છે.
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રો અને શબ્દોના અર્થની વ્યાખ્યાન પદ્ધતિ ચાર મુખ્ય કારોથી બતાવવામાં આવી છે. એટલે જ આનું સાર્થક નામ “અનુયોગ દ્વાર સૂત્ર” રાખવામાં આવ્યું છે. આ સૂત્ર તમામ આગમો અને તેની વ્યાખ્યાઓને સમજવાની ચાવીરૂપ છે. સૂત્રનો વિષય – આ સૂત્રમાં પ્રથમ પાંચ જ્ઞાનોથી મંગલાચરણ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ આવશ્યક, શ્રત, અંધ, અધ્યયન અને સામાયિક આ પાંચ શબ્દોને ઉદાહરણરૂપમાં લઈને વ્યાખ્યા પદ્ધતિને ક્રિયાન્વિત કરવામાં આવી છે.
વ્યાખ્યા પદ્ધતિના ભેદ-પ્રભેદોની પ્રચુરતાના કારણે આ સૂત્રને સમજવું અન્ય આગમો કરતાં વધારે અઘરું છે. એટલે આ સૂત્ર સર્વ સામાન્ય લોકો માટે સુરુચિપૂર્ણ નથી. તેમ છતાં જૈન દર્શન અને પ્રાચીન વ્યાખ્યાઓને સમજવામાં સફળતા પ્રાપ્ત કરવા મેધાવી શિષ્યો માટે ખૂબ ઉપયોગી અને વિશેષ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. કારણ કે પ્રાચીન ચૂર્ણિ, નિયુક્તિ, ટીકા વગેરેના અધ્યયનથી એમ જણાય છે કે તેના પ્રારંભમાં વિવેચન કરવાની એજ પદ્ધતિ અપનાવેલ છે. જે આ સૂત્રમાં ભેદ-પ્રભેદો દ્વારા બતાવવામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org