________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
રપાળ
કરી લેવું જોઈએ. અને તે પ્રમાણે જ સત્યની શોધ કરવી જોઈએ. વૈજ્ઞાનિકોનો સત્યાવબોધ – વૈજ્ઞાનિકોએ કયારેય પૃથ્વીને ચાલતી જોઇ નથી. કોઈએ ચંદ્રને પૃથ્વીનો ટુકડો થતો જોયો નથી. સૂર્યને અગ્નિ પિંડરૂપ ગોળાકારમાં કોઈ વૈજ્ઞાનિકે જઈને જોયો નથી. કલ્પનાઓથી માન્ય કરી વૈજ્ઞાનિક સદા પોતાની માન્યતા અને કલ્પનાઓની તે રીતે શોધ કરે છે. એમની શોધનો અંત નથી આવતો. આજે પણ તે શોધ કરીને નવી હજારો લાખો માઈલની પૃથ્વી સ્વીકાર કરી શકે છે. કેટલાક વૈજ્ઞાનિકો પૃથ્વીને દડા સમાન ગોળ માનતા નથી. આ પ્રકારે વૈજ્ઞાનિક કલ્પના, શોધ, ઉપલબ્ધિ, ભ્રમ, અપૂર્ણતા, પ્રયાસ, નિરાશ, પુનઃ કલ્પના, ઉપલબ્ધિ, ભ્રમ એવા ક્રમિક ચક્કરમાં ચાલતા રહે છે. કોઈ વૈજ્ઞાનિકે આ શોધને સમાપ્તિનું રૂપ નથી આપ્યું. તે અત્યારે પણ કાંઈક નવું શોધી શકે છે. નવો નિર્ણય લઈ શકે છે. જૂના નિર્ણય ફેરવી પણ શકે છે. સાર:- અત્યારે વૈજ્ઞાનિકોનો જ્યોતિષ મંડલ સંબંધી નિર્ણય ભ્રમિત એવું વિપરીત છે. એની જ વિપરીતતાથી પૃથ્વીના સ્વરૂપને પણ વાસ્તવિકતાથી વિપરીત માનીને પોતાના ગણિતનું સમાધાન મેળવી લે છે.
અનેક ધર્મસિદ્ધાંતોમાં આવેલ પૃથ્વી અને જ્યોતિષ મંડલના સ્વરૂપથી વૈજ્ઞાનિકોની કલ્પના વિપરીત છે. જ્યારે આ વૈજ્ઞાનિકોની પોતાની કલ્પના જ છે તો એની કલ્પનાને સત્ય માનીને ધર્મ શાસ્ત્રના અંગત વચનોને ખોટા ઠરાવવાનું કોઈ પણ અપેક્ષાએ ઉચિત થઈ શકતું નથી. કારણ કે વિજ્ઞાનનું મૂળ જ કલ્પના છે અને પછી શોધ પ્રયત્ન છે. માટે શોધનું અંતિમ પરિણામ ખરૂં ન આવે ત્યાં સુધી એને સત્ય હોવાનો નિર્ણય નથી આપી શકાતો. જ્યારે જૈન શાસ્ત્રોક્ત સિદ્ધાંત કલ્પના મૂલક નથી પરંતુ જ્ઞાન મૂલક છે. માટે તુલનાત્મક દષ્ટિથી પણ આગમોક્ત સિદ્ધાંત વિશેષ આદરણીય, ભ્રમ રહિત એવં વિશાળ દષ્ટિકોણવાળા છે. એવા જ્ઞાન મૂલક સિદ્ધાંતોને વિજ્ઞાનના કલ્પના મૂલક કથનોથી પ્રત્યક્ષીકરણનું જ ખોટું આલંબન લઈને બાધિત કરવું અને ગલત કહેવું, સમજ ભ્રમ માત્ર છે. ચંદ્ર લોકની યાત્રા વ્યર્થ:- વેજ્ઞાનિકોની ચંદ્રલોક યાત્રા અને એના પ્રયાસ માટે કરેલ ખર્ચ અત્યાર સુધી સફળ થયો નથી. એમને અસફળતા સિવાય કાંઈ પણ હાથ લાગ્યું નથી. વાસ્તવમાં મૂળ દષ્ટિકોણ સુધાર્યા વગર વૈજ્ઞાનિકોને જ્યોતિષ મંડલના સંબંધમાં કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ નથી થઈ શકતી, એ દાવા સાથે કહી શકાય છે. કારણ કે જ્યોતિષ મંડલ વૈજ્ઞાનિકોની શક્તિ સામર્થ્યથી બાહ્ય સીમામાં છે અને એમના સંબંધી વૈજ્ઞાનિકોની કલ્પનાઓ પણ સત્યથી ઘણી દૂર છે. માટે કલ્પનાઓમાં વહેતા
Jain Education International -
For Private & Personal Use Only
www.jainelibrary.org