________________
રપ૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
પરિશિષ્ટ-૩:
જ્યોતિષ મંડલ
(વિજ્ઞાન અને આગમની દક્ષિા જેને સિદ્ધાંતાનુસાર પૃથ્વી પ્લેટના આકારે ગોળ અસંખ્ય યોજના રૂપ છે. તે સ્થિર છે. પ્રાણ જગત એના પર ભ્રમણ કરે છે. યાન, વાહન એના પર ભ્રમણ કરે છે. અને આ ભૂમિની ઉપર ઊંચે આકાશમાં જ્યોતિષ મંડલ, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, સ્વાભાવિક અનાદિ કાલથી ભ્રમણ કરે છે અને યાન વિમાન માનવિક દૈવિક શક્તિથી આકાશમાં ગમન કરે છે. પક્ષી આદિ તિર્યંચ યોનિક જીવ પણ સ્વભાવથી આકાશમાં ગમનાગમન કરે છે. જ્યોતિષ મંડલમાં પણ ઉત્તર દિશામાં દેખાતો લોકમાન્ય ધ્રુવ તારો સદા ત્યાં સ્થિર રહે છે. અર્થાત્ મનુષ્યો અને વૈજ્ઞાનિકોને તે સર્વદા એક જ સ્થળ પર દેખાય છે. હજારો વર્ષથી પહેલાં પણ ત્યાં દેખાતો હતો અને હજારો વર્ષ પછી પણ એ જ નિશ્ચિત સ્થળ પર દેખાતો રહેશે. ગોળ અને પરિભ્રમણ કરતી પૃથ્વી –વૈજ્ઞાનિક લોકો પૃથ્વીને ગોળ દડાના આકારે માને છે. પરંતુ તેને એક કેન્દ્ર બિંદુ પર સદા કાલ ફેરતી માને છે અને સૂર્યને સ્થિર માને છે. સાથે જે સૂર્ય માનવને ચાલતો દેખાય તેને ભ્રમ પૂર્ણ માને છે. પૃથ્વીને પણ ૧000 માઈલ પ્રતિ કલાક ચાલવા વાળી માને છે. આ ચાલથી તે પોતાની ધરી પર ફરતી રહે છે. સાથે બીજી ગતિથી તે પોતાનું સ્થાન છોડીને પૂર્ણતઃ સૂર્યની પરિક્રમા પણ લગાવે છે. ટ્રેન એવં પક્ષીનું ઉદાહરણ – ચાલુ ટ્રેનમાં જેમ પૃથ્વી, વૃક્ષો ચાલતા દેખાય છે, તે ભ્રમ છે. તેમજ સૂર્ય આદિ આપણને ચાલતા દેખાય છે, તે પણ ભ્રમ છે એમ વૈજ્ઞાનિકો માને છે. પણ જ્યારે ટ્રેન ચાલે છે ત્યારે તેની અંદરની વ્યક્તિ ચાલી ફરી શકે છે, દડાથી રમી શકે છે. પણ ટ્રેનની બહાર યા ઉપર કોઈ કૂદીને રમી શકતા નથી અથવા દડાથી રમી શકતા નથી. આ પ્રકારે જો પૃથ્વી ટ્રેન જેવી ચલન સ્વભાવવાળી હોય અને 1000 માઈલ પ્રતિ કલાક ચાલતી હોય તો આના પર આકાશમાં પક્ષી ઉડીને પુનઃ પોતાના સ્થાન પર બેસી શકતું નથી. કારણ કે પૃથ્વી જે દિશામાં ૧૦૦૦ માઈલની ગતિથી ચાલી રહી છે એનાથી વિપરીત દિશામાં બે માઈલ આકાશમાં એક કલાક ચાલીને પક્ષી ફરીથી પોતાના સ્થાન પર બીજા કલાકમાં નથી પહોંચી શકતું. કારણ કે પૃથ્વી ૧000 માઈલ આગળ ચાલી જાય છે. જ્યારે પક્ષી પોતાના સ્થાન પર પુનઃ આવતું જતું દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org