SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૮ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત શિષ્યોને અને યોગ્ય શ્રમણોપાસક પરિષદને આગમજ્ઞાન દેવાના પોતાના કર્તવ્યને ઉપેક્ષિત કરી નાખ્યું છે અને કરી પણ રહ્યા છે. એવા સમયમાં પ્રકાશિત ઉપલબ્ધ આગમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જ લાભપ્રદ છે અને આવશ્યક પણ બની ગયો છે. પ્રસ્તુત આગમ સારાંશ લેખન પણ એવા જ યુગની આવશ્યકતાની પૂર્તિ હેતુ છે અને અત્યંત સરળ રીતે આવશ્યક શેય તત્ત્વોને સામાન્ય જિજ્ઞાસુ સાધકો, પાઠકોની અપેક્ષાએ તૈયાર કરવામાં આવ્યું છે. માટે વિવેકપૂર્વક ગુણોની વૃદ્ધિ કરતા જતાં વિનય તેમજ સરલતાની સાથે આનું અધ્યયન કરી પોતાની આગમવાણી પાનની તૃષાને શાંત કરવી જોઈએ. | ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂણ એક વિચારણા – આ સૂત્રના નામથી એક બે પાના જેટલો જ પાઠ ઉપલબ્ધ છે. એમાં પણ વિષયોનું સંકલન સૂચન માત્ર છે અને તે વિષય પ્રાયઃ સૂર્ય પ્રજ્ઞપ્તિ રૂપ જયોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિમાં અંકિત છે. માટે આ સૂત્ર લિપિ કાલના દોષથી દૂષિત છે. આ સૂત્ર સ્વતંત્ર હતું કે કયા રૂપમાં હતું, આના ૧-૨ પાના કેમ કેવી રીતે અવશેષ રહ્યા? જેમાં પણ સૂર્ય પ્રજ્ઞપ્તિના વિષયોનું સંકલન માત્ર છે પાહુડ પ્રતિ પાહુડ પણ એમ જ કહ્યા છે. અતઃ ઉક્ત પ્રશ્નો ઇતિહાસજ્ઞોના શોધકાર્ય માટે છે. વાસ્તવમાં આ સૂત્ર થોડી પણ સ્વતંત્રતા સાથે આજે ઉપલબ્ધ નથી. અતઃ આને સૂત્ર કહેવું અને ગણત્રીમાં ગણવું એ પણ એક પ્રવાહ પરંપરા માત્ર છે. વસ્તુતઃ આ બને સૂત્રોને એક સૂત્ર જ ગણવું જોઈએ. ઉપલબ્ધ બને સૂત્રની શરૂઆતની સૂચક ગાથાઓમાં કયાંય સૂર્ય પ્રજ્ઞપ્તિ કે ચંદ્ર પ્રજ્ઞપ્તિ નામ નથી. બન્ને જગ્યાએ જ્યોતિષ(ગણ)રાજ પ્રજ્ઞપ્તિ જ નામ અંકિત છે. યથા –ામે રૂન્દ્રભૂત્તિ, જોયમો વિડળ તિવિહેબ ! पुच्छइ जिणवर-वसहं, जोइस रायस्स पण्णत्तिं ॥ પર્વ નો ના રાય પvપત્તિ | ચંદ્ર પ્ર. ગાથા-૪, સૂર્ય પ્ર. ગાથા-૪) સારાંશ એ છે કે આજે ન તો સૂર્ય પ્રજ્ઞપ્તિ નામક કોઈ શાસ્ત્ર ઉપલબ્ધ છે અને ન કોઈ ચંદ્ર પ્રજ્ઞપ્તિના નામે. આ નામથી પ્રચલિત આ બંને સૂત્રોમાં જ્યોતિષ (ગણ)રાજ પ્રજ્ઞપ્તિ નામ જ મૂળ પાઠની ત્રીજી અને ચોથી ગાથાઓમાં અંકિત છે. એટલા માટે આ સૂત્ર જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સંજ્ઞક છે અને એક જ છે. એક સૂત્રના જ આ અલગ-અલગ નામ પ્રચલિત થયા છે અને નંદી સૂત્રમાં પણ નામ સંકલન એમજ પ્રચલનથી પરિવર્તિત થયા છે. કેમ કે નદી સૂત્રની નામાવલીમાં એવા પ્રચલિત પરિવર્તનોની સમય-સમય પર અસર થઈ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004930
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2002
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy