________________
૨૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત
શતભિષકને સંયોગ સમર્પિત કરી દે છે. અર્થાતુ પહેલા નક્ષત્રનો યોગ સમાપ્ત થતા આગલા નક્ષત્રનો સંયોગ પ્રારંભ થાય છે.
આ પ્રકારે પ્રથમ પ્રતિ પ્રાભૃતમાં કહેલ ક્રમમાં બધા નક્ષત્રોનો સંયોગ જાણવો કારણ કે એ જ ક્રમથી સંયોગ ચાલે છે.
સંયોગના મુહૂર્તની સંખ્યા બીજા ત્રીજા પ્રતિ પાહુડમાં બતાવવામાં આવી છે. એટલા સમય સુધી ચંદ્રની સાથે નક્ષત્ર સંયોગ કરે છે. પછી બીજા નક્ષત્રનો સંયોગ કહેવાય છે. આ પ્રકારે વાવતું પૂર્વાષાઢા નક્ષત્ર દિવસના પૂર્વ ભાગમાં સંયોગ કરીને ૩૦ મુહૂર્ત રહી બીજા દિવસે પૂર્વ ભાગમાં ઉત્તરાષાઢાને સંયોગ સમર્પિત કરે છે. પછી ઉત્તરાષાઢા પૂર્વ દિવસ ભાગમાં સંયોગ શરૂઆત કરીને ૪૫ મુહૂર્ત રહીને બીજા દિવસે સાંજના અભિજિત શ્રવણ નક્ષત્રને યોગ સમર્પિત કરે છે. આ પ્રકારે આ આખું ચક્ર યથા સમય શરૂ થઈને યથા સમય સમાપ્ત થાય છે અને પુનઃ યથા સમય શરૂ થઈ જાય છે.
છે
પાચમો પતિ પ્રાભત . માટે
નક્ષત્રોના કુલ ઉપકુલ વિભાગ:- જે નક્ષત્રમાં માસની સમાપ્તિ થાય, જે માસના નામવાળા નક્ષત્ર હોય એ કુલ કહેવાય. એના પૂર્વવાળા નક્ષત્ર ઉપકુલ કહેવાય છે અને એના પૂર્વ ક્રમ વાળા નક્ષત્રને કુલીપકુલ કહેવાય. યથાકુલઃ- (૧) ધનિષ્ઠા (૨) ઉત્તરભાદ્રપદ (૩) અશ્વિની (૪) કૃતિકા (૫) મૃગશીર્ષ (૬) પુષ્ય ૭) મઘા (૮) ઉત્તરા ફાલ્ગની (૯) ચિત્રા (૧૦) વિશાખા (૧૧) મૂલ (૧૨) ઉત્તરાષાઢા.
અહીં ધનિષ્ઠા અને મૂલ આ બે નક્ષત્ર મહીનાના નામ સિવાયના લેવાયા છે. કારણ કે તે મહિનાની સમાપ્તિ કરવાવાળા એ જ નક્ષત્ર છે. ઉપકુલઃ- (૧) શ્રવણ (ર) પૂર્વા ભાદ્રપદ (૩) રેવતી (૪) ભરણી (૫) રોહિણી (૬) પુનર્વસુ (૭) અશ્લેષા (૮) પૂર્વા ફાલ્ગની (૯) હસ્ત (૧૦) સ્વાતિ (૧૧) જયેષ્ઠા (૧ર) પૂર્વાષાઢા. કુલોપકુલઃ- (૧) અભિજિત (૨) શતભિષક (૩) આદ્ર (૪) અનુરાધા.
જ છaો પ્રતિ પ્રાકૃત છે પૂર્ણિમાના દિવસે સંયોગ :- શ્રાવણ, ભાદરવા, પોષ, જયેષ્ઠ માસમાં કુલ ઉપકુલ અને કુલોપકુલ ત્રણ નક્ષત્રનો યોગ હોય છે. બાકી બધી પૂર્ણિમામાં કુલ, ઉપકુલ બે નક્ષત્રનો સંયોગ હોય છે. ૧૨ મહિનાની ૧૨ પૂર્ણિમા હોય છે. એ કુલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org