________________
તત્ત્વ શાસ્ત્ર : નદી સૂત્ર
૧૯
નદી સત્રનો સારાંશ |
સ્તુતિ ગુણગ્રામ - (૧) જગતગુરુ, જગતનાથ, જગતબંધુ, જગતપિતામહ, સંપૂર્ણ ચરાચર પ્રાણી
ઓના વિજ્ઞાતા અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીરનો જય હો. (૨) જગતમાં ભાવ ઉદ્યોત કરવાવાળા, દેવ દાનવોથી વંદિત, બધા કર્મોથી મુક્ત, એવા પ્રભુ વીતરાગ ભગવાન મહાવીરના શાસનનું કલ્યાણ હો. (૩) (૧) નગરની ઉપમાવાળા, (૨) ચક્રની ઉપમાવાળા, (૩) રથની ઉપમાવાળા, (૪) કમળની ઉપમાવાળા, (૫) ચંદ્રની, (૬) સૂર્યની (૭) સમુદ્રની (૮) મેરુની ઉપમાવાળા મહાસંઘનો સદા જય હો અને એવા ગુણાગર સંઘને વંદન હો. (૪) આદિ તીર્થકર ઋષભદેવથી લઈ ચરમ તીર્થકર ભગવાન વર્ધમાન સ્વામી તથા સમસ્ત ગણધરોને વંદન હો. (૫) નિર્વાણ માર્ગના પથ પ્રદર્શક, સંપૂર્ણ પદાર્થોનું સમ્યગું જ્ઞાન કરાવનારા, કુદર્શન-મિથ્યામતના મદને નષ્ટ કરનારા, એવા જિનેન્દ્ર ભગવાનનું શાસન જયવંત હો. (૬) ભગવાનના શાસનને ગતિમાન રાખનારા એવા પટ્ટધર શિષ્ય તથા કાલિકશ્રુત અને એના અર્થ પરમાર્થ(અનુયોગ) ને ધારણ કરનારા બહુશ્રુતોને (જ્ઞાનીને) વંદન નમસ્કાર હો.
જેમાં (૧) સુધર્મા સ્વામી (૨) જંબુસ્વામી બંને મોક્ષગામી છે. શેષ દેવલોકગામી બહુશ્રુત ભગવંત છે. તેઓ આ પ્રમાણે છે– (૩) પ્રભવ (૪) શયંભવ (૫) યશોભદ્ર (૬) સંભૂતિવિજય (૭) ભદ્રબાહુ (૮) સ્થૂલભદ્ર (૯) મહાગિરિ (૧૦) સુહસ્તી (૧૧) બલિસ્સહ (૧ર) સ્વાતિ (૧૩) શ્યામાર્ય (૧૪) શાંડિલ્ય (૧૫) સમુદ્ર (૧૬) મંગૂ (૧૭) ધર્મ (૧૮) ભદ્રગુપ્ત (૧૯) વજ (૨૦) રક્ષિત (૨૧) નદિલ (રર) નાગહસ્તિ (૨૩) રેવતી નક્ષત્ર (૨૪) બ્રહ્મદીપિકસિંહ (૨૫) કંદિલાચાર્ય (ર૬) હિમવંત (૨૭) નાગાર્જુન (૨૮) ગોવિંદ (૨૯) ભૂતદિન્ન (૩૦) લોહિત્ય (૩૧) દૂષ્યગણી. એ સિવાય બીજા પણ જે કાલિક શ્રુતના અર્થ–પરમાર્થ ને ધારણ કરનારા અનુયોગધર શ્રમણ થયા છે તે સર્વને પ્રણામ કરીને જ્ઞાનની પ્રરૂપણા કરું છું. ઉપરોકત નામો, ન તો એકાંત ગુરુ પરંપરાના છે, ન સ્થવિર પરંપરાના છે, ન તો પાટ પરંપરાના છે પરંતુ સર્વે નામો સંમિશ્રિત છે. મુખ્યત્વે યુગપુરુષ, પ્રસિદ્ધિ પ્રાપ્ત, અનુયોગધરોના નામ સ્મરણ કરીને સૂત્રકારે શેષ સર્વ અનુયોગધરોને અંતિમગાથામાં પ્રણામ-વંદન કર્યા છે. ટિપ્પણી:– અંતિમ નામ અનુયોગધર દૂષ્યગણિનું છે. સ્વયનું નામ પણ ૬ ૧ - રે મૂળ પાઠમાં રાખ્યું નથી. ટીકાકાર ચૂર્ણિકારે સ્પષ્ટ કર્યું છે કે દૂધ્યગણિના શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org