________________
૧૯૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત આ રીતે મહારથીઓએ જંબુદ્વીપના માલિક દેવ અને જંબૂવૃક્ષના અધિપતિ દેવને માટે પણ વૃક્ષના મધ્ય કેન્દ્ર સ્થાન પર સિદ્ધાયતન લાવીને પટક્યું છે. અને સમૂચે જંબુદ્વિપના માલિક દેવનું પણ નિવાસ સ્થાન કેન્દ્ર સ્થલ છોડાવી દીધું છે.
જેને સિધ્ધાંતમાં આ પ્રકારના પ્રક્ષેપ કરનારા લોકો પણ મધ્યકાલમાં થયા છે. જેઓએ સત્ય આગમોને પણ વિકૃતિઓથી ભરવાનો પ્રયત્ન કર્યો છે. તે સમયે જૈન ધર્મમાં મૂર્તિપૂજા માનવા અને મનાવવાનો પ્રયત્ન જોર-શોરથી ચાલ્યું હતું. તે જ આ પ્રક્ષેપોનું મુખ્ય કારણ બન્યુ હોય તેમ શક્ય છે. તો પણ ધર્મી થઈને આવું કૃત્ય કરનારા જે કોઈ થયા હોય તે ખરેખર લાખ-લાખ ધિક્કારને પાત્ર છે અને તેઓ સ્વયં ડૂબનારા અને બીજાને ડુબાવનારા જેને શાસન પામીને પણ દુર્ગતિના ભાગી બનેલા હોય તો એમાં કોઈ સંદેહ નથી. સાર:– શાશ્વત સ્થાનોમાં વર્ણિત સિદ્ધાયતન અનાવશ્યક છે અને કલ્પિત જ ફલિત થાય છે. માટે સિદ્ધાયતન વર્ણિતએ કેટલાક સ્થાન તો રિક્ત છે અને કેટલાક સ્થાન માલિક દેવના ભવનથી યુક્ત છે. યથા– દીર્ધ વૈતાઢય, વર્ષધર, વક્ષસ્કાર આદિ પર્વતના તે સિદ્ધાયતનના સ્થાનરિક્તતાને પ્રાપ્ત થાય છે. સ્વતંત્ર કૂટ, વૃત(ગોલ) પર્વતોના શિખર, પુષ્કરણિઓના મધ્ય સ્થાન, વૃક્ષોના મધ્યસ્થાન, મેરુ ચૂલિકા આદિના સ્થાન, માલિક દેવના નિવાસ, ભવનર્ત પ્રાપ્ત થાય છે.
શાશ્વત સ્થાનોમાં કોઈ વ્યક્તિ યા સિદ્ધનો સંબંધ સ્થાપિત થઈ જ નથી શકતો. માટે શાશ્વત સ્થાનોના સિદ્ધાયતન જિનાલય યા મૂર્તિ-પ્રતિમાથી સંબંધ જોડવો વ્યર્થ પ્રયત્ન અને અરણ્ય પ્રલાપ સમાન નિરર્થક હોય છે.
જીવાભિગમ સૂત્રના નંદીશ્વર દ્વીપમાં સિદ્ધાયતનના વર્ણનમાં ભદ્રાસન આદિ વર્ણન પણ ભવનના સ્થાન પર સિદ્ધાયતનની પ્રક્ષેપતા સિદ્ધ કરે છે.
નિ પરિશિષ્ટ યુક્ત જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સંપૂર્ણ
મુક્તિ જ્ઞાન - સારાંશ પુસ્તકોના વિષયમાં
દર્શન શંકા-કુશંકા કરી કર્મબંધ ન કરતાં જિજ્ઞાસાથી આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી શકાય
જ્ઞાનવૃદ્ધિ કરવી જોઈએ. ચારિત્ર નિવેદક - જીગ્નેશ બી. જોષી ,
તપ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org