________________
તત્ત્વ શાસ્ત્ર: નંદી સૂત્ર
૧૭
'તત્વ શાસ્ત્ર :"ખંડ-૩
થી સત્ર
પ્રસ્તાવના :
નંદીસૂત્ર અંગબાહ્ય અને ઉત્કાલિક સૂત્ર છે. વર્તમાનમાં અંગબાના વિવિધ વિભાગ પ્રચલિત છે. યથા– ઉપાંગ, છેદ, મૂળસૂત્ર ઇત્યાદિ. જેમાં નંદી સૂત્ર ચાર મૂળ સૂત્રોમાં ગણાય છે.
આ સૂત્રમાં મુખ્યતઃ પાંચ જ્ઞાનનું તાત્ત્વિક અને વિસ્તૃત વર્ણન છે. જ્ઞાન મોક્ષમાર્ગનું મુખ્ય અંગ છે. તેથી જ્ઞાનના વર્ણનયુક્ત આ સૂત્રને મૂળ સૂત્રોમાં માનવામાં આવેલ છે. જ્ઞાન આત્માને વાસ્તવિક આનંદ આપે છે. તેથી આ સૂત્રનું નંદી” એટલે આનંદ આપનારું, એ સાર્થક નામ છે. રચનાકાર:- આ સૂત્રની રચના દેવવાચક શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ કરી છે. તેઓ આચાર્ય શ્રી દુષ્યગણિના શિષ્ય હતા. તેઓએ સમસ્ત જૈનાગમોને વીર સંવત ૯૮૦ માં લિપિ બદ્ધ કરાવ્યા હતા. નંદી સૂત્રની રચનાના સમયે તેઓ ઉપાધ્યાય પદ પર હતા. શાસ્ત્ર લેખનના સમયે તેઓ આચાર્ય પદ પર હતા. એ સમયે ભાષા શૈલીમાં ઉપાધ્યાય પદ માટે વાચક શબ્દનો પ્રયોગ થતો હતો અને આચાર્ય પદ માટે ગણિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. તેમજ યુગપ્રધાન માટે ક્ષમાશ્રમણ શબ્દનો પ્રયોગ થતો હતો. અતઃ નંદી સૂત્રના રચયિતા દેવ વાચક જ સૂત્ર લેખન કરાવનારા દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હતા.
વર્તમાનમાં આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. પહેલાં ઉપાધ્યાય પદમાં પ્રસિદ્ધ હતા. પછી આચાર્ય પદે પ્રસિદ્ધિ પામ્યા. આ નંદી સૂત્રના એક સંપાદનમાં ભૂમિકા લેખકના રૂપમાં ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ.સા. છે. એવં અન્ય કોઈ જગ્યાએ “આચાર્ય શ્રી આત્મારામજી મ.સા.” એવા લેખો પણ પ્રાપ્ત થાય છે. કાળાંતરે આ બન્ને નામોમાં ભિન્નતા દેખાશે. પરન્તુ વાસ્તવમાં બન્ને નામ એક જ વ્યક્તિના છે.
વર્તમાનમાં આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સાહેબે અનેક આગમોનું સંપાદન કર્યું હતું. તેઓ જ્યારે આગમનું સંપાદન કરતા હતા ત્યારે ઉપાધ્યાયપદ પર હતા. તેઓની દરેક કૃતિ ઉપર ઉપાધ્યાય પદ અંકિત છે. જોકે તેઓ પાછળથી ઘણા વર્ષો આચાર્ય પદ પર રહી આચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલ છે. આચાર્ય અવસ્થામાં પણ તેમણે આગમોનું અને ઇતિહાસ ગ્રંથોનું સંપાદન કર્યું છે. આ રીતે ઉપાધ્યાય અંકિત અને આચાર્યઅંકિત તે બધા ગ્રંથો અને આગમો એક જ વ્યક્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org