________________
૧૬૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
નીચેથી પશ્ચિમી લવણ સમુદ્રમાં મળી જાય છે.
આ પર્વત નીલા રંગનો નીલી પ્રભાવાળો છે. નીલવંત નામક મહર્દિક સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. એ વૈસૂર્યમય છે. એનું અનાદિ શાશ્વત નામ નીલવંત છે.
રમ્યક્ વર્ષ ક્ષેત્ર :– આ મેરુથી ઉત્તરમાં છે. ઉત્તર દક્ષિણમાં નીલવંત અને રુક્મી પર્વતથી ઘેરાએલું છે. શેષ વર્ણન હરિવર્ષ ક્ષેત્રના જેવું છે. નામોમાં અંતર છે. યથા– ગંધાપાતી વૃત વૈતાઢય, નારીકતા નદી, નરકતા નદી, રમ્યક નામક આ ક્ષેત્રનો માલિક દેવ છે અને રમ્યક આ ક્ષેત્રનું શાશ્વત અનાદિ નામ છે. રુક્મી વર્ષધર પર્વત - આ પર્વત ઉત્તરમાં હેરણ્યવત ક્ષેત્રની એવં દક્ષિણમાં રમ્યક્ વર્ષ ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આનું સંપૂર્ણ વર્ણન મહાહિમવાન પર્વતના જેવું છે. આ પર્વતના શિખર તલ પર મહાપુણ્ડરીક નામનું દ્રહ છે, એમાંથી દક્ષિણમાં હરિકતા એવં ઉત્તરમાં રુપ્પકૂલા નદી નીકળે છે. આ પર્વત પર ૮ ફૂટ છે. (૧) સિદ્ઘ (૨) રુક્મી (૩) રમ્યગ્ (૪) નરકતા (૫) બુદ્ધિ (૬) રુકૂલા(૭) હેરણ્યવત (૮) મણિકંચન.
સર્વથા રજતમય આ ‘રુકમી’ પર્વત છે.આને રુકમી પર્વત કહેવાનું પ્રચલન છે. રુકમી નામક અધિપતિ દેવ અહીં નિવાસ કરે છે. એટલા માટે આ પર્વતનું "રુકમી" એ શાશ્વત નામ છે.
હૈરણ્યવત યુગલિક ક્ષેત્ર ઃ– એ મેરૂથી ઉત્તર દિશામાં રુકમી અને શિખરી પર્વતની વચમાં છે. હેમવંત યુગલિક ક્ષેત્રના જેવું આનું સંપૂર્ણ વર્ણન છે. આમાં માલ્યવંત પર્યાય નામક વૃત્ત વૈતાઢય છે. સુવર્ણકૂલા અને રુપ્ચકૂલા નામની બે નદિઓ આ ક્ષેત્રને વિભાજિત કરે છે. આની બન્ને બાજુ સ્થિત પર્વત સર્વત્ર સુવર્ણ વિખેરતા રહે છે, દેતા રહે છે. હૈરણ્યવત નામના સ્વામી દેવ અહીં નિવાસ કરે છે. તેથી એનું શાશ્વત નામ હૈરણ્યવત ક્ષેત્ર છે.
શિખરી પર્વત ઃ– ચુલ્લહિમવંત પર્વતના જેવા જ વર્ણનવાળો આ પર્વત મેરુથી ઉત્તરમાં ઐરાવત અને હૈરણ્યવત ક્ષેત્રની સીમા કરવાવાળો છે. આના પર પુંડરીક નામનું દ્રહ છે. એમાંથી સુવર્ણકૂલા નદી દક્ષિણી દ્વારથી નીકળી હૈરણ્યવત ક્ષેત્રમાં પૂર્વી સમુદ્રમાં મળે છે. બે નદિઓ પૂર્વી પશ્ચિમી તોરણથી નીકળે છે. જેનું વર્ણન ગંગા - સિંધુ નદીના જેવું છે. આ બન્ને નદીઓના નામ રક્તા અને ૨ક્તવતી છે.આ પર્વત પર ૧૧ ફૂટ છે. (૧) સિદ્ધાયતન(૨) શિખરી (૩) હૈરણ્યવત (૪) સુવર્ણકૂલા (૫) સુરાદેવી (૬) રક્તા (૭) લક્ષ્મી (૮) રક્તવતી (૯) ઇલાદેવી (૧૦) ઐરાવત (૧૧) તિગિચ્છફૂટ.
અહીં શિખરી નામના દેવ નિવાસ કરે છે. અતઃ ‘શિખરી’ તે આનું શાશ્વત અનાદિ નામ છે. શિખરના આકારમાં અહીં કેટલાય ફૂટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org