________________
૧૬
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત
યોજન છે. (૪) પંડગવન – સોમનસ વનની સમભૂમિથી 35000 યોજન ઉપર મંદર મેરુનું શિખર તલ છે. ત્યાં ૪૯૪ યોજનાના વિસ્તારવાળું વલયાકાર આ વન છે. એની મધ્યમાં મંદર ચૂલિકા નામક મેરુની ચૂલિકા છે. તે ૪૦ યોજન ઊંચી મૂલમાં ૧ર મધ્યમાં ૮ અને ઉપર ૪ યોજન વિસ્તારવાળી છે. ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત છે. વૈડૂર્યમય છે. પદ્મવર વેદિકાવનખંડથી ઘેરાયેલી છે. ચૂલિકાની ઉપરસિદ્વાયતન છે.
આ વનમાં ભવનો, પુષ્કરણિઓ, પ્રાસાદોના વર્ણન ભદ્રશાલવનની સમાન છે. અભિષેકશિલાઓ – પંડગ વનમાં ચારે દિશાઓમાં કિનારા પર ચાર અભિષેક શિલાઓ છે. યથા– (૧) પાંડુશિલા (ર) પાંડુકમ્બલ શિલા (૩) રક્ત શિલા (૪) રક્તકમ્બલ શિલા.
પહેલી પાંડુ શિલા પૂર્વમાં છે. પ00 યોજન ઉત્તરદિક્ષણમાં લાંબી ૨૫૦ યોજના પૂર્વ પશ્ચિમમાં પહોળી અર્ધચંદ્રાકાર છે. તે ૪ યોજન મોટી જાડી છે. સ્વર્ણમય છે. પધવર વેદિકા વનખંડથી ઘેરાએલી છે. એની ચારે દિશાઓમાં સીડીઓ છે. એની રમણીય સમભૂમિની વચમાં ઉત્તર તથા દક્ષિણમાં બે સિંહાસન છે. ઉત્તરી સિંહાસન પર ૧ થી ૮ સુધીની વિજયના તીર્થકરોના જન્મ મહોત્સવ જન્માભિષેક થાય છે. જે દેવ દેવી અને ૬૪ ઈન્દ્રમળીને કરે છે. દક્ષિણી સિંહાસન પરથી ૧૬ સુધીની વિજયોના તીર્થકરોના અભિષેક કરવામાં આવે છે.
ત્રીજી રક્ત શિલા પંડગ વનનો પશ્ચિમ કિનારા પર છે. શેષ વર્ણન પ્રથમ શિલાની સમાન છે. અહીં ૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩ર વિજયોના તીર્થકરોનો જન્માભિષેક કરવામાં આવે છે.
બીજી ચોથી અભિષેક શિલાઓ ક્રમશઃ દક્ષિણી ઉત્તરી કિનારા ઉપર છે. • એમાં સિંહાસન એક એક જ છે બે નથી. બીજી પાંડુ કમ્બલ શિલાના સિંહાસન પર ભરતક્ષેત્રના તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે અને ચોથી રક્ત કંબલ શિલાના સિંહાસન પર એરવતના તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ક્રમાંક શિલાનામ | દિશા | સિંહાસન | તીર્થકર વિજય ૧ | પાંડુશિલા | પૂર્વમાં
૧ થી ૮ અને ૯ થી ૧૬ ૨ | પાંડકંબલ શિલા દક્ષિણમાં
ભરતક્ષેત્ર ૩ | રક્ત શિલા | પશ્ચિમમાં
૧૭ થી ૨૪ અને ૨૫ થી ૩ર ૪ | રક્તકંબલ શિલા ઉત્તરમાં
ઐરાવત ક્ષેત્ર બે શિલાઓ સફેદ સુવર્ણમય છે અને બે લાલ સુવર્ણમય છે. સિંહાસન ૫૦૦ ધનુષ લાંબા પહોળા અને ર૫૦ ધનુષ ઊંચા છે. તે દેવદૂષ્ય વસ્ત્ર રહિત છે. મેરુપર્વતના કાંડ :- બનાવટ વિશેષના વિભાગો અર્થાત્ પુદ્ગલ વિશેષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org