________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
-
મહાવિદેહ ક્ષેત્ર :— આની ઉત્તરમાં નીલવંત પર્વત, દક્ષિણમાં નિષધ પર્વત સીમા કરે છે. પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્ર છે. જંબુદ્રીપની મધ્યમાં આ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ યોજન લાબું, ઉત્તર દક્ષિણ ૩૩૬૮૪ વૅ યોજન પહોળું પËક સંસ્થાન સંસ્થિત, જંબુદ્રીપના બધા ક્ષેત્રોમાં વિશાળ ક્ષેત્ર છે.
૧૫૬
આના મુખ્ય ચાર મોટા વિભાગ છે. ૧. ઉત્તરકુરુક્ષેત્ર ૨. પૂર્વ વિદેહ ૩. દેવકુરુ ૪. પશ્ચિમ વિદેહ.
:
(૬) ઉત્તર કુરુક્ષેત્ર :– આ યુગલિક ક્ષેત્ર ઉત્તરમાં નીલવંત મહાપર્વતથી અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ ત્રણ દિશાઓમાં અર્ધ ગોળાકારમાં રહેલા બે ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતોથી, એમ ચારે તરફ પર્વતોથી ઘેરાયેલું ક્ષેત્ર છે. એ પૂર્વ-પશ્ચિમ ૫૩૦૦૦ યોજન લાંબુ, ઉત્તર દક્ષિણ ૧૧૮૪૨ દૈ યોજન પહોળું અર્ધ ચંદ્રાકાર સંસ્થાનવાળું છે. જેની ધનુપૃષ્ટ ૬૦૪૧૮ ૢ યોજનની છે. આની વચમાં નીલવંત પર્વતના શિખર તલથી કુંડમાં પડીને દક્ષિણી તોરણથી નીકળનારી સીતા નદી છે. જે સીધી મેરુપર્વતના દક્ષિણ કિનારા સુધી(બે યોજન પૂર્વ) અર્થાત્ આ ક્ષેત્રના ઉત્તર કિનારા સુધી ગઈ છે. આને કારણે આ ક્ષેત્ર બરાબર બે વિભાગોમાં વિભાજિત છે. યથા- - (૧) પશ્ચિમ વિભાગ (૨) પૂર્વ વિભાગ.
ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઃ– ઉત્તર કુરુક્ષેત્રમાં પશ્ચિમી વિભાગના પશ્ચિમી કિનારે ગંધમાદન ગજદંતાકાર વક્ષસ્કાર પર્વત છે, જે નીલવંત પર્વતની પાસે ૫૦૦ યોજન પહોળો અને ૪૦૦ યોજન ઊંચો છે. મેરુ પર્વતની પાસે અંગુલના અસંખ્યાતમા ભાગનો પહોળો અને ૫૦૦ યોજન ઊંચો છે. આ પ્રકારે આ પર્વત મેરુ પર્વત સુધી ક્રમશઃ ઊંચાઈમાં વધતો ગયો છે અને પહોળાઈમાં ઘટતો ગયો છે. સમભૂમિ પર આની બંને તરફ પદ્મવર વેદિકા અને વનખંડ છે. ફૂટઃ- આ પર્વતના સાત ફૂટ છે. યથા— (૧) સિદ્ધાયતન ફૂટ (૨) ગંધમાદન ફૂટ (૩) ગંધિલાવતી ફૂટ (૪) ઉત્તર કુરુ ફૂટ (૫) સ્ફટિક ફૂટ (૬) લોહિતાક્ષ ફૂટ (૭) આનંદકૂટ. પહેલો સિદ્ધાયતન કૂટ મેરુ પર્વતની નજીક છે, સાતમો આનંદ લૂંટ નીલવંત પર્વતની નજીક છે. એમ ક્રમશઃ પાંચમા, સ્ફટિક, છઠ્ઠા લોહિતાક્ષ ફૂટ પર ભોગકરા અને ભોગવતી બે દેવીઓ રહે છે. બાકીના ૪ પર સમાન નામવાળા અધિષ્ઠાતા દેવ ઉત્તમ પ્રાસાદોમાં રહે છે. બાકી ફૂટનું વર્ણન ચુલ્લહિમવંત પર્વતના કૂટોની ઊંચાઈ વિધ્યુંભ વગેરે વર્ણન સમાન છે.
નીલવંત પર્વતથી ચાર ફૂટ દક્ષિણ દિશામાં છે અને એના પછીના ત્રણ ફૂટ ગોળાઈવાળા ભાગમાં નીલવંતથી દક્ષિણ પશ્ચિમમાં અને મેરુથી ઉત્તર પૂર્વમાં છે. આના પર નિવાસ કરનારા દેવ દેવીઓની રાજધાનીઓ વિદિશામાં અન્ય જંબૂઢીપમાં છે.
સુગંધી પદાર્થમાંથી જેમ મનોજ્ઞ સુગંધ નીકળે અને પ્રસરે છે, એવીજ રીતે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International