________________
:૧૩૯
તત્ત્વ શાસ્ત્ર : જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર | રૂપમાં નિવાસ કરે છે.
કેટલાક સમય પછી ભરત ચક્રવર્તીએ સુષેણ સેનાપતિને બોલાવીને તમિસા ગુફાના દ્વાર ખોલવાનો આદેશ દીધો. સેનાપતિએ પૌષધયુક્ત અક્રમ કર્યો. સુસજ્જિત થઈને વિશાળ જનમેદની અને સેના સહિત દ્વાર પાસે પહોંચ્યા, દ્વારને દેખતા જ પ્રણામ કર્યા, મોર પીંછીથી પ્રમાર્જન કર્યું, પછી યથાવિધિ પૂજન કર્યું. પુનઃ શિરસાવર્ત પ્રણામ કર્યા. પછી દંડ રત્ન હાથમાં લીધું. સાત આઠ પગલા પાછા સરકયા પછી દંડ રત્નથી દ્વાર પર ત્રણ વાર જોરથી પ્રહાર કર્યો. જેથી મોટા અવાજ સાથે જોડાયેલા એ દરવાજાના બન્ને વિભાગ અંદર તરફ સરકતા બન્ને બાજુની પાછળની ભીંત પાસે જઈને થોમ્યા. બન્ને બાજુના દ્વાર વિભાગનું અંતર એવં કારનો પ્રવેશ માર્ગ સર્વત્ર સમાન ૪ યોજનનો થઈ ગયો.
દ્વાર ખોલીને સેનાપતિ ભરત ચક્રવર્તી પાસે આવ્યો. જયવિજયના શબ્દોથી વધાવ્યા એવં દ્વાર ખોલી દીધાનું નિવેદન કર્યું. ત્યારે ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન આયુધશાળાથી નીકળીને આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થયા. હાથીના મસ્તક પર જમણી બાજુ મણિરત્ન (ગુફામાં પ્રકાશ કરનાર) બાંધી દીધો. પછી ચક્ર નિર્દિષ્ટ માર્ગથી રાજા ચાલતા ગફાની પાસે પહોંચ્યા અને દક્ષિણી દ્વારથી ગુફામાં પ્રવેશ કર્યો.
તમિસા નામક ગુફા સઘન અંધકારમય હતી. કારણ કે તે ૫૦ યોજન લાંબી હતી. અતઃ ચક્રવર્તીએ સ્થાયી પ્રકાશ માટે કાંગણિ રત્ન હાથમાં લીધું અને એના દ્વારા પ્રત્યેક યોજના અંતરે ગુફાની બન્ને બાજુની ભીંતો પર કુલ ૪૯ મંડલ બનાવ્યા. તે મંડલ ચક્રની ધરીના આકારથી પ્રતિપૂર્ણ ચંદ્રના આકારવાળા પ૦૦ ધનુષની લંબાઈ પહોળાઈ એવં સાધિક ત્રણ ગણી પરિધિવાળા બનાવ્યા હતા. બંગડીના જેવા વલયાકાર બનાવેલ ન હતા. પ્રત્યેક મંડલ ગુફાના એક યોજના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અર્થાત્ અર્ધી-અર્ધા યોજના બન્ને બાજુ અને ઉપર આઠ યોજન તથા સામે ૧ર યોજન આ મંડલ પ્રકાશ ફેલાવે છે.
પહેલું મંડલ દ્વાર પર પ્રવેશ મુખથી એક યોજન દૂર, બીજું દ્વારની પાછળ એને રોકવાવાળા તોડક પર, અર્થાત્ દ્વારની આલંબન ભીંત પર, ત્રીજા મંડલ ત્રીજા યોજનાની સમાપ્તિ પર, ચોથું મંડલ ચોથા યોજનની સમાપ્તિ પર ગુફાની એક ભીંત પર, પાંચમું મંડલ પાંચમા યોજનાની સમાપ્તિ પર બીજી ભીંત પર એમ ક્રમશઃ છઠ્ઠું પ્રથમ Íત પર, સાતમું બીજી ભીંત પર, આ પ્રકારે ૮, ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮, ૨૦, રર, ૨૪, ૨૬, ૨૮, ૩૦, ૩ર, ૩૪, ૩૬, ૩૮, ૪૦, ૪૨,૪૪, ૪૬ મું મંડલ પ્રથમ ભીંત પર એવં ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૨૭, ર૯, ૩૧, ૩૩, ૩૫, ૩૭, ૩૯, ૪૧, ૪૩, ૪૫ મું મંડલ બીજી ભીંત પર બનાવ્યું. ૪૭ અને ૪૮મું ઉત્તર દિશાના દરવાજાના બન્ને તોડક પર એક એક બનાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org