________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
એક સમયે આ ભરત રાજાની આયુધશાળામાં(શસ્ત્રાગારમાં) ચક્ર રત્ન ઉત્પન્ન થયું, જે એક હજાર દેવો દ્વારા સેવિત હતું. આયુધશાળાના અધિકારીએ ભરતરાજાને ખુશખબર આપ્યા. ભરત રાજાએ સિંહાસનથી ઉતરી પાદુકા ઉતારી મુખ પર ઉત્તરાસંગ કરી હાથ જોડી આયુધશાળાની દિશામાં ૭-૮ પગલા જઈને ડાબો ઘૂંટણ ઊંચો રાખી જમણો ઘૂંટણ જમીન પર રાખી ચક્ર રત્નને પ્રણામ કર્યા. પછી આયુધશાળાના અધિકારીને મુકુટ સિવાય આભૂષણ એવં વિપુલ ધન પ્રીતિદાનમાં દીધું. એને સત્કારિત સન્માનિત કરી અર્થાત્ ધન્યવાદ આપી વિદાય કર્યા; પછી સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા.
૧૩૬
રાજાએ નગરી સજાવવાનો આદેશ આપ્યો અને સભા વિસર્જિત કરી, સ્વયં પણ સ્નાનાદિ કરી, વિભૂષિત થઈને તૈયાર થઈ ગયા. પછી મંત્રીમંડળ તથા પ્રમુખજનોથી પરિવૃત થઈ ઐશ્વર્ય સાથે આયુધશાળા તરફ પ્રસ્થાન કર્યું. આયુધશાળામાં પ્રવેશ કરતા ભરત રાજાને જેવું ચક્ર રત્ન દષ્ટિગોચર થયું કે તરત જ એને પ્રણામ કર્યા પછી નજીક પહોંચી ચક્ર રત્નને પ્રમાર્જન, જલ સિંચન, ચંદન અનુલેપન કર્યા; પુષ્પમાળા, વસ્ત્ર, આભૂષણ આદિ સમર્પિત કરી પૂજન સન્માન કર્યુ. પછી સ્વચ્છ સફેદ ચોખાથી સ્વસ્તિક આદિ મંગલોનું આલેખન કર્યું. પછી એની સમક્ષ સુગન્ધિત વિવિધ પુષ્પો અર્પણ કર્યા. ધૂપ આદિ સંપૂર્ણ પૂજન વિધિ પૂર્ણ કરી; પૂર્વોક્ત વિધિથી ડાબો ઘૂંટણ ઊંચો કરી પ્રણામ કર્યા; ત્યાર પછી ત્યાંથી પાછા ફરી રાજસભામાં આવ્યા અને અષ્ટ દિવસીય પ્રમોદની ઘોષણા કરી તથા મહોત્સવની વ્યવસ્થા કરાવી.
મહામહિમાનો મહોત્સવ પૂર્ણ થતાં ચક્રરત્ન આયુધશાળામાંથી સ્વતઃ નીકળી માગધ તીર્થની દિશામાં આકાશમાં ચાલવા લાગ્યું. ભરત ચક્રવર્તીએ પણ પૂર્ણ તૈયારીની સાથે દિગ્વિજય માટે સૈન્ય બલ સહિત પ્રસ્થાન કર્યું. ચક્ર દ્વારા પ્રદર્શિત માર્ગથી પોતાના હસ્તિરત્ન પર આરૂઢ થઈ ભરત રાજા માર્ગમાં યથાસ્થાને પડાવ કરતાં પૂર્વ દિશામાં આગળ વધવા લાગ્યા. અનેક નગરો, રાજ્યો આદિમાં પોતાના વિજય પતાકા ફરકાવતા ભરત રાજા ગંગા નદીના કિનારે કિનારે થઈ જ્યાં ગંગા નદી સમુદ્રમાં પ્રવેશ કરે છે એની પાસે માગધ તીર્થ છે ત્યાં પહોંચ્યા. ચક્ર રત્ન પણ યથાસ્થાને આકાશમાં સ્થિર થઈ ગયું(પછી આયુધશાળા બની જતાં એમાં પહોંચી જાય છે.)
વાર્ષિકરત્નએ પડાવમાં રહેવાની બધી વ્યવસ્થા કરી અને પૌષધશાળાની તથા આયુધશાલા આદિની રચના કરી. ભરત રાજાએ પૌષધશાળામાં જઈને યથા વિધિ અક્રમ કર્યા પછી અશ્વ રથ પર આરૂઢ થઈને ચતુરંગિણી સેના સહિત માગધ તીર્થ પાસે આવ્યા, રથની ધુરી પાણીને સ્પર્શે ત્યાં સુધી પાણીમાં પ્રવેશ કર્યો. પછી ધનુષ ઉઠાવી પ્રત્યંચા ખેંચી આ પ્રકારે કહ્યું કે 'હે નાગકુમાર સુવર્ણ કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org