________________
૧રક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
વાળા હોય છે. તેનું સંસ્થાન સુંદર સુડોલ સમચોરસ હોય છે. એમના શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. ક્ષેત્ર એવં યુગલ સ્વભાવ – આ યુગલ મનુષ્યને ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એમનો આહાર પૃથ્વી, પુષ્પ અને ફલરૂપ હોય છે. આ પદાર્થોનો આસ્વાદ ચક્રવર્તીના ભોજનથી પણ અધિક સ્વાદિષ્ટ હોય છે. સોના ચાંદી અને ઝવેરાત જ્યાં ત્યાં પડ્યા હોય પરંતુ કોઈના ઉપયોગમાં આવતા નથી. તે મનુષ્ય વેર ભાવથી રહિત હોય છે. તીવ્ર અનુરાગ પ્રેમ બંધન પણ એમને નથી હોતા. તેઓ પગે વિહાર વિચરણ કરતા હોય છે અર્થાત્ ઉપલબ્ધ હાથી, ઘોડા આદિ પર સવારી કરતા નથી. પશુના દૂધ આદિ પદાર્થોનો પણ તે મનુષ્ય ઉપયોગ કરતા નથી.હિંસક પશુ, સિંહ આદિ પણ આ મનુષ્યને જરા પણ બાધા-પીડા પહોંચાડતા નથી. ધાન્ય આદિ પણ એમના ઉપયોગમાં આવતા નથી. ત્યાંની ભૂમિ સ્વચ્છ નિર્મલ કંટક આદિ થી રહિત હોય છે. ડાંસ, મચ્છર, માંકડ આદિ શુદ્ર જંતુ હોતા નથી. સર્પઆદિ પણ ભદ્ર પ્રકૃતિવાળા હોય છે. ત્યાંના દસ વિશિષ્ટ વૃક્ષોને વ્યવહાર ભાષામાં કલ્પવૃક્ષ કહે છે. આ ઉપરાંત પણ અનેક જાતિના વૃક્ષ એ કાળમાં હોય છે. - તે યુગલ મનુષ્ય અલ્પેચ્છાવાળા, ભદ્ર, વિનીત, ગુપ્ત, સંગ્રહવૃતિ રહિત અને વૃક્ષની શાખાની વચ્ચે નિવાસ કરનારા હોય છે. તે સમયે ઘણા વૃક્ષ મહેલ એવં હવેલી આદિના સદશ હોય છે. રાજા,માલિક, નોકર,સેવક આદિ એ સમયે હોતા નથી. નાચ, ગાન, મહોત્સવ આદિ થતા નથી. વાહન યાન આદિ હોતા નથી. મિત્ર, સખા, ભાઈ, બહેન, માતા, પિતા, પતિ, પત્ની, પુત્ર, પુત્રી એટલા સંબંધ હોય છે. કાકા, મામા, નાના, દાદા, દૌહિત્ર, પૌત્ર, પુત્ર વધુ, ફૈબા, ભત્રીજા, માસી, આદિ સંબંધ હોતા નથી. મૂલ પાઠમાં પુત્રવધૂનો શબ્દ લિપિ પ્રમાદ આદિ કોઈ કારણથી પ્રવિષ્ટ થઈ ગયો લાગે છે. કારણ કે ૬ મહિનાના ભાઈ બહેનમાં પતિ પત્નિના ભાવ ન હોઈ શકે. ૬ મહિના પછી માતા પિતા જીવિત રહેતા નથી. તે મનુષ્ય જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટ દુઃખ ભોગવતા નથી. સહજ શુભ પરિણામોથી મરીને તે દેવ ગતિમાં જાય છે. તેઓ દેવગતિમાં ભવનપતિથી લઈને પહેલા બીજા દેવલોક સુધી જન્મે છે, આગળ જતા નથી. તેઓ પોતાની સ્થિતિથી ઓછી સ્થિતિના દેવ બની શકે છે. વધારે સ્થિતિના નહીં અર્થાત્ તે યુગલ મનુષ્ય ત્રણ પલ્યથી અધિક સ્થિતિના દેવ નથી બની શકતા. દશ હજાર વર્ષથી લઈને ૩ પલ્ય સુધી કોઈ પણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. અન્ય કોઈ પણ ગતિમાં તે જતા નથી. તિર્યંચ યુગલ પણ આજ રીતે જીવન જીવે છે અને દેવલોકમાં જાય છે. એમની ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યથી બે ગણી હોય છે અને જઘન્ય અનેક ધનુષની હોય છે. ત્યાં સામાન્ય તિર્યંચ પણ અનેક જાતિના હોય છે. * આ રીતે પ્રથમ આરાનું વર્ણન પૂર્ણ થયું. તે કાળ ૪ કોડા ક્રોડી સાગરોપમાં For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International