________________
તત્ત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્રા
૧૧૩
પૂર્વક સમજીને આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષના વિષયમાં કુશળ; દેવ, દાનવના ડગાવ્યા છતાં ડગે નહિ; નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત; નિગ્રંથ પ્રવચનના(સિદ્ધાંતોના) અર્થ, પરમાર્થના જાણકાર હોય છે. તેમની હાડ– હાડની મિજ્જામાં ધર્મપ્રેમ વણાયેલો હોય છે. નિગ્રંથ પ્રવચનને જ જીવનમાં અર્થ-પરમાર્થરૂપે સમજે છે, શેષ અન્યકૃત્યોને આત્મા માટે નિપ્રયોજન રૂપ સમજે છે. તેમને દાન દેવાની પૂર્ણ ભાવના હોય છે, તે કારણે તેમના ઘરના દરવાજા સદાય ખુલ્લા રહે છે. કોઈ પણ યાચક તેમના દરવાજેથી ખાલી હાથે પાછો જતો નથી. વિશેષ પ્રયોજન વિના કોઈના ઘરમાં કે અંતઃપુરમાં તેઓ પ્રવેશ ન કરે. તેઓ મહિનામાં છ પ્રતિપૂર્ણ પૌષધ કરે; શ્રમણ નિગ્રંથોને કપનીય આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, રજોહરણ, ઔષધ, ભેષજ, મકાન, પાટ, ઘાસ આદિ પરમ ભક્તિ અને વિવેકપૂર્વક પ્રતિલાલતાં શ્રમણોપાસક પર્યાયમાં વિચરણ કરે છે. અંતિમ સમયે યથાવસરે તેઓ અનશનનો સ્વીકાર કરે છે. અંતે આલોચના, પ્રતિક્રમણ કરી, સમાધિ ભાવે પંડિત મરણને પ્રાપ્ત કરી, ઉત્કૃષ્ટ બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં વધુમાં વધુ રર સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે શ્રમણોપાસક આરાધક થઈને ઉત્કૃષ્ટ પંદર ભવથી અધિક ભ્રમણ કરતા નથી. એટલેકે પંદર ભવમાં મોક્ષ ગામી બને છે. નિગ્રંથ સુશ્રમણોની ગતિ – શ્રમણ નિગ્રંથ શ્રેષ્ઠ ધર્મ, ધર્માનુરાગી, ધાર્મિક જીવન જીવવાવાળા હોય છે. ૧૮ પાપના સંપૂર્ણ ત્યાગી હોય છે. સાથે સાથે કરવું, કરાવવું, પકવવું, પકાવવું, આરંભ, સમારંભ, કૂટવું, પીસવું, તેમજ તેઓ પરપરિતાપકારી કૃત્યોના ત્યાગી હોય છે. સ્નાન, શરીરસુશ્રુષા, માળા, અલંકાર આદિ પ્રવૃત્તિઓના પણ તેઓ ત્યાગી હોય છે. તેઓ ઇન્દ્રિયોના વિષયો શબ્દ, રૂપ આદિના પૂર્ણ ત્યાગી હોય છે.
આવા અણગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુક્ત હોય છે. તેઓ ઇન્દ્રિયોને વશમાં રાખનારા, વિષયોમાં અનાસક્ત, નિયમોપનિયમયુક્ત, બ્રહ્મચર્યનું પાલન કરનારા, નિર્મમત્વી, અકિંચન, ભાવગ્રંથીઓથી રહિત અને આશ્રવ રહિત હોય છે. કર્મબંધથી રહિત હોય છે. તેઓ સૂત્રોક્ત રર ઉપમાઓના ગુણોથી યુક્ત હોય છે. શાસ્ત્રાજ્ઞાનને જ સર્વસ્વ સમજી જીવનની માનસિક, વાચિક તથા કાયિક દરેક પ્રવૃત્તિ કરનારા હોય છે.
આ પ્રમાણે વિચરણ કરતા કેટલાક શ્રમણોને કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન થાય છે. તેઓ અનેક વર્ષો સુધી કેવળી પણે વિચરી અંતે ભક્ત પ્રત્યાખ્યાન, સંખના કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી મોક્ષ પદને પ્રાપ્ત કરે છે.
કેટલાક શ્રમણ જીવન પર્યત છદ્મસ્થ અવસ્થામાં જ વિચરણ કરે છે અને અંતિમ ક્ષણે સંથારો કરી તે સ્થિતિમાં જ કેવળજ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરી સિદ્ધ
Jain Education International
For Private & Personal use only
www.jaimellorary.org