________________
૧૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
(મિથ્યાત્વ ભાવો હોવા છતાં) ઉત્કૃષ્ટ નવરૈવેયકમાં ૩૧ સાગરોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
વર્તમાનમાં ૨૪મા તીર્થંકરના શાસનમાં ૭ નિન્દવ થયા. (૧) જમાલી (૨) તિષ્યગુપ્તાચાર્ય (૩) અષાઢાચાર્યના શિષ્ય (૪) અશ્વમિત્ર (૫) ગંગાચાર્ય (૬) રોહગુપ્ત (૭) ગોષ્ઠામાહિલ–તેઓએ જિનોક્ત, આગમોક્ત સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણા કરી હતી. તે સાત નિદ્વવોનું વિવરણ આ પ્રમાણે છે(૧) બહુરતવાદ – ઘણા સમય પછી કાર્ય પૂર્ણ થાય છે. કરતાં ને કર્યું ન કહેવાય, આ વિચારધારા જમાલીની હતી. તેઓ ભગવાન મહાવીરના જમાઈ હતા, વૈરાગ્યભાવે દીક્ષિત થયા. તેઓએ એક વખત સ્વતંત્ર વિહરવાની ભગવાન પાસે આજ્ઞા માગી, ભગવાને મૌન રાખ્યું છતાં ૫૦૦ શ્રમણોને લઈ વિહાર કર્યો. તેમણે કઠોર આચાર અને તપશ્ચર્યા કરી. શ્રાવતી નગરીમાં જમાલીને પિત્તજવરની પીડા થઈ, અસહ્ય વેદના થઈ, પથારી કરવા સાધુઓને નિર્દેશ કર્યો. તેમને એક એક પળ પણ ભારે થવા લાગી. સાધુઓને પૂછયું– પથારી તૈયાર છે? જવાબ મળ્યો- પથારી થઈ રહી છે, થઈ નથી. આ સાંભળી તેમણે વિચાર કર્યો કે એક સમયમાં કાર્ય નિષ્પન થતું નથી. ભગવાને કહ્યું છે કે “કરતા તે કર્યું તેમ કહેવું, તે મોટી ભૂલ છે. વેદના શાંત થયા છતાં તે પોતાના વિચારને છોડી ન શકયા. જમાલી ભગવાન સમીપે ગયા. તેમણે ભગવાન મહાવીર તથા ગૌતમ સ્વામી સાથે વાર્તાલાપ કર્યો. જમાલી એ જીદ ન છોડી અને જુદા થઈ ગયા. કેટલાક શિષ્યો તેમની સાથે ગયા તો કેટલાક ભગવાનની પાસે જ રહ્યા. આ ઘટના ભગવાનના કેવળજ્ઞાન પ્રાપ્તિના ૧૪ વર્ષ પછી થઈ. (૨) જીવપ્રાદેશિકવાદ – એક પ્રદેશ પણ ઓછો હોય તો જીવ જીવત્વયુક્ત કહેવાતો નથી. અંતિમ પ્રદેશથી પૂર્ણ હોય ત્યારે જ જીવ, જીવ કહેવાય છે. તેથી તે એક પ્રદેશ જ જીવ છે આ સિદ્ધાન્તના પ્રવર્તક તિષ્યગુપ્તાચાર્ય હતા. તે ભગવાનના મોક્ષગમન પછી ૧૬ વર્ષે થયા. (૩) અવ્યક્તવાદઃ- સાધુ આદિના સંદર્ભમાં આખુંય જગત અવ્યક્ત છે. અમુક સાધુ છે કે દેવ, કંઈ કહી શકાતું નથી. તેના પ્રવર્તક આચાર્ય આષાઢના શિષ્યો મનાય છે. આચાર્ય આષાઢ શ્વેતાંબિકા નગરીમાં હતા. શિષ્યોને યોગ સાધના શીખવાડી રહ્યા હતા. અચાનક તેમનો દેહાંત થયો. દેવ બન્યા. શિષ્યોનો અભ્યાસ અટકે નહીં તેથી મૃત શરીરમાં તે દેવે પુનઃ પ્રવેશ કર્યો, અલ્પ સમયમાં જ તે ક્રિયા થઈ ગઈ. કોઈને આ ઘટનાનો ખ્યાલ ન રહ્યો. શિષ્યોને અભ્યાસ કરાવી દેવરૂપે દેહમાંથી નીકળ્યા. શ્રમણોને બધી પરિસ્થિતિ કહી ક્ષમાયાચના કરી કે દેવરૂપ અસંયત હોવા છતાં મેં સંયતાત્માઓને વંદન કરાવ્યા. તેમ કહી પોતાના સ્થાને ચાલ્યા ગયા. શ્રમણોના ચિત્તમાં સદાય સંદેહ રહ્યો કે કોણ દેવ ને કોણ સાધુ? તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org