________________
૧૦૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
પાલન કરતા અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પણ પાળતા. સાથે સાથે પરિવ્રાજક પર્યાયનું પણ પાલન કરતા હતા. વિશેષતા એ છે કે તેઓ આધાકર્મી, ઉદ્દેશિક, મિશ્ર, ક્રીત, પૂતિકર્મ, અધ્યવપૂર્વક, ઉધાર, અનિસૃષ્ટ, અભિહડ, સ્થાપિત, રચિત દોષોથી યુક્ત આહાર ગ્રહણ નહોતા કરતા. કતાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાન ભક્ત, બાદલિક ભક્ત, પાણક ભક્ત, આદિ દોષવાળા આહાર પાણી ગ્રહણ નહોતા કરતા. કંદમૂળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ પણ ગ્રહણ નહોતા કરતા. તેમણે ચાર પ્રકારના અનર્થ દંડનો માવજીવન ત્યાગ કર્યો હતો.
તેઓ પીવા માટે તેમજ હાથ-પગ પાત્ર ઘોવા માટે બે શેર પાણી ગ્રહણ કરતા હતા તથા સ્નાન માટે ચાર શેરથી અધિક પાણી નહોતા લેતા. પાણી ગ્રહણમાં પણ સંપૂર્ણ નિયમોનું પાલન કરતા હતા.
અંબડ સંન્યાસી અરિહંત અને અરિહંતના શ્રમણો સિવાય કોઈને સવિધિ વંદન નહોતા કરતા. આ પ્રમાણે અંખડ પરિવ્રાજક પોતાના પૂર્વવેશ અને ચર્યાની સાથે શ્રાવકવ્રતની આરાધના કરી અંતિમ સમયે એક માસનો સંથારો કરી આયુષ્ય પૂર્ણ કરી આરાધક બની પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય મેળવ્યું. | દેવભવ પૂર્ણ થતાં અંબાનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લેશે. દઢપ્રતિજ્ઞ નામ રાખવામાં આવશે, ૭૨ કળામાં પારંગત થશે, યૌવનવય પ્રાપ્ત થતા માતા-પિતા તેને ભોગનું આમંત્રણ આપશે છતાં તેનો અસ્વીકાર કરશે. તેઓ અનેક વર્ષનું શુદ્ધ શ્રમણ્ય પાળી કેવળજ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરશે, અનેક વર્ષ સુધી કેવળ પર્યાયનું પાલન કરી કર્મક્ષય કરી સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. મુક્ત થવા માટે સાધુએ નિમ્ન કઠોરતમ નિયમોનું પાલન કરવું પડે છે. યથા– (૧) નગ્ન ભાવ-શરીર સંસ્કારનો ત્યાગ. (ર) મુંડભાવ-ગૃહાદિ પરિગ્રહ તથા મમત્વનો ત્યાગ. (૩) સ્નાન ન કરવું. (૪) દાતણ આદિ ન કરવું. (૫) કેશલંચન કરવું. (૬) અખંડ બ્રહ્મચર્યનું પાલન. (૭) છત્ર ત્યાગ. (૮) પાદરક્ષકનો ત્યાગ. (૯) ભૂમિ શયન કરવું. પાટ અથવા કાષ્ટના ટુકડા ઉપર સુવું. (૧૦) ઘર ઘરથી ભિક્ષા લેવી. (૧૧) લાભાલાભમાં સંતુષ્ટ રહેવું (૧૨) બીજા દ્વારા થયેલા હીલના, નિંદા, ગહ, તાડન, તર્જન, પરાભવ(તિરસ્કાર), વ્યથા(પરિતાપ) આ બધી પરિસ્થિતિમાં સમભાવ કેળવવો.
અન્ય કોઈ ઊંચા-નીચા રાગ-દ્વેષાત્મક સંકલ્પ-વિકલ્પ ન કરવા. તે સિવાય નાની મોટી ઇન્દ્રિય વિરોધી કષ્ટકારક પરિસ્થિતિ, રર પરીષહ, દેવ-મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ આદિનો સમભાવથી સ્વીકાર કરી શાંત, પ્રસન્ન રહેવું. ઇત્યાદિ મન અને તનની પ્રતિકૂળ સ્થિતિઓનો પ્રતિકાર ન કરતાં તે અવસ્થામાં જ્ઞાતા દષ્ટા બની સમભાવ રાખવો.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only