________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૬) ભદ્ર સ્વભાવથી ગતિ :- જે સ્વભાવથી ભદ્ર, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા છે; નમ્ર, સરલ, વિનીત સ્વભાવવાળા છે; માતાપિતાની સેવા કરે છે, તેમની આજ્ઞાનો અનાદર કરતા નથી, અલ્પ ઇચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અલ્પારંભી, અલ્પ પાપની પ્રવૃત્તિ કરનારા, જીવન નિર્વાહ અલ્પ આરંભથી કરનારા, વ્રત નિયમ ધર્માચરણ ન કરનારા પણ મૃત્યુ પામી વ્યંતર જાતિના દેવ બની ઉત્કૃષ્ટ ૧૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.
(૭) અકામ કષ્ટ સહનથી સ્ત્રીઓની ગતિ :- જે સ્ત્રીઓ પતિથી ત્યજાયેલી હોય, બાળ વિધવા હોય, જે રાજ અંતઃપુરમાં રહેતી હોય, જેનો પતિ પરદેશ હોય, બીજો પતિ ન કરી શકતી હોય; પરિસ્થિતિ વશ ખાવું, પીવું, પહેરવું આદિ સુખ ભોગ ન કરી શકતી હોય; સંયોગ ન મળવાથી શ્રૃંગાર, સ્નાન, ધૂપ, માળા આદિનો ઉપયોગ ન કરતી હોય; મેલ, પરસેવા, ડાંસ મચ્છરના ડંખને સહેતી હોય; ભૂખ, તરસ, ઠંડી ગરમીને સહન કરતી હોય; અલ્પ આરંભ, પરિગ્રહથી જીવન નિર્વાહ કરતી હોય, અલ્પ ઇચ્છાવાળી હોય; આ પ્રમાણે અકામ (અનિચ્છાએ) બ્રહ્મચર્યનું પાલન કરનારી હોય તે મૃત્યુ પામી વ્યંતર દેવમાં ઉત્કૃષ્ટ ૬૦,૦૦૦ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. આ દેવભવ ધર્મારાધનાનો ન થતાં સંસાર ભ્રમણનું જ કારણ બને છે.
૧૦૪
–
(૮) ખાધ દ્રવ્યોના ત્યાગી આદિ બાળજીવોની ગતિ ઃ– એક દિવસના ભોજનમાં પાણીથી અધિક એક દ્રવ્ય લેવાવાળા, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને અગિયાર દ્રવ્ય લેનારા, ગોસેવાના વિશેષ વ્રત અને પ્રદર્શન કરનારા, ગૃહસ્થ ધર્મ, અતિથિ સેવા, દાનાદિથી યુક્ત, ગૃહસ્થ ધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તેનું અનુસરણ કરનારા, ધર્મકથા સાંભળવાવાળા, ભક્તિમાર્ગી, અનાત્મવાદી, ક્રિયાવિરોધી, વૃદ્ધ, તાપસ, શ્રાવક, ધર્મશાસ્ત્રના શ્રોતા, બ્રાહ્મણાદિ, નવ વિગય તથા મધમાંસના ત્યાગી, માત્ર સરસવના તેલનું વિગય વાપરનારા હોય છે. તેવા મનુષ્ય અલ્પ ઇચ્છા, અલ્પ પરિગ્રહ, અલ્પ પાપ પ્રવૃત્તિઓથી જીવન ચલાવનારા ત્યાંથી મૃત્યુ પામી વ્યંતર દેવનું ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષનું આયુષ્ય પામે છે. બાળ ભાવ અને અજ્ઞાન દશાના કારણે ધર્મના આરાધક નથી હોતા તેથી તેમની આ દેવ અવસ્થા ભવ ભ્રમણની અવસ્થા છે.
(૯) વાનપ્રસ્થ સાધકોની ગતિ :- ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસ રહે છે. તેનામાં કોઈ અગ્નિહોત્રી હોય છે, કોઈ વસ્ત્રધારી તો કોઈ પૃથ્વી શયનવાળા હોય છે. તેમાં કોઈ શ્રાદ્ધ કરનારા, પાત્ર ધારણ કરનારા, કંઠી ધારણ કરનારા, ફળાહારી, પાણીમાં એક વખત કે વારંવાર ડૂબકી લગાડી સ્નાન કરનારા, પાણીમાં ડૂબ્યા રહી સ્નાન કરનારા, માટીનો લેપ લગાડી સ્નાન કરનારા, ગંગાના દક્ષિણ તટપર રહેનારા, ઉત્તર તટપર રહેનારા, શંખ વગાડી ભિક્ષા લેનારા, ગંગા તટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org