________________
૧૦૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
::
પ્રમુખતાથી પ્રવૃત્તિ કરનારા સાધુ-સાધ્વી આરાધક થાય છે.
આગાર ધર્મના ૧૨ પ્રકાર છે-- ૫ અણુવ્રત ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત. પાંચ અણુવ્રત ઃ- સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ, સ્થૂલ મૃષાવાદનો ત્યાગ, સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ, સ્વદાર સંતોષ અને ઇચ્છા પરિમાણ.
-
ત્રણ ગુણવ્રત :– દિશાઓમાં જવાની મર્યાદા, ઉપભોગ પરિભોગનું પરિમાણ તથા અનર્થદંડ વિરમણ,
:
ચાર શિક્ષાવ્રત ઃ– સામાયિક, દેશાવગાસિક(દૈનિક પ્રવૃત્તિઓમાં નિવૃત્તિભાવની વૃદ્ધિનો અભ્યાસ), પૌષધ, અતિથિ સંવિભાગ. અંતિમ સમયે સંલેખના– આમરણ અનશન કરી આરાધના પૂર્વક દેહ ત્યાગ કરવો, શ્રાવક જીવનની સાધનાનું પર્યવસાન છે. આ આગાર સામાયિક ધર્મ છે. આ ધર્મના અનુસરણમાં પ્રયત્નશીલ આગમ આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનારા શ્રાવક-શ્રાવિકા આજ્ઞાના આરાધક થાય છે.
આ પ્રમાણે સિદ્ધાંતોનું કથન, આચારધર્મ, ચારગતિ બંધ, અઢાર પાપનો ત્યાગ, શ્રાવકવ્રત, સાધુવ્રત તથા મુક્તિગમન સુધીનું પૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ યુક્ત ભગવાનનું પ્રવચન સદાય મનનીય છે.
૨૨. પરિષદ વિસર્જન ઃ– વિશાળ માનવ પરિષદે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મદેશના સાંભળી. તેમાંથી કેટલાક હળુકર્મી જીવોએ દીક્ષા અંગીકાર કરી તો કેટલાકે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. શેષ પરિષદમાંથી કેટલાકે ભગવાનને વંદન-નમસ્કાર કર્યા અને કહ્યું કે— “આપ દ્વારા સારી રીતે કહેવાયેલું, સુભાષિત, સુવિનીત, સુભાવિત, નિગ્રંથ પ્રવચન શ્રેષ્ઠ છે. આપે ધર્મની વ્યાખ્યા કરતાં જે વિશ્લેષણ કરી સમજાવ્યું, વિરતિ અથવા નિવૃત્તિનું નિરૂપણ કર્યું, પાપકર્મ ન કરવાનું વિવેચન કર્યું; આ પ્રમાણે ઉપદેશ બીજા કોઈ શ્રમણ કે બ્રાહ્મણ આપી ન શકે.’’ આ પ્રમાણે કહી ક્રમશઃ પરિષદનું વિસર્જન થયું. ત્યાર પછી કુણિક રાજા આસનથી ઉઠયા, ત્રણ વખત આવર્તનપૂર્વક, વંદન-નમસ્કાર કરી ઉપરોક્ત શ્રદ્ધા-કીર્તનના ભાવ વ્યક્ત કરી રાજધાની તરફ વળ્યા. રાણીઓ પણ ઉઠી, વંદના કરી, ગુણગ્રામ કરી રાજભવનો તરફ પાછી વળી.
દ્વિતીય પ્રકરણ ઉપપાત
(૧) ગૌતમ સ્વામી :~ પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય હતા. સાત ફૂટની તેમની અવગાહના—ઊંચાઈ હતી. સમચઉરસ સંઠાણ, વજઋષભનારાચ સંઘયણ યુક્ત તેમનું શ્રેષ્ઠ શરીર હતું. તેઓ અનુપમ શ્રેષ્ઠ શક્તિ સંપન્ન હતા. તેઓ ગૌરવર્ણવાળા અને વિપુલ તપ કરનારા હતા. તેઓ સાધનામાં સશક્ત, વિશાળ ગુણોના ધારક, કઠોરતમ બ્રહ્મચર્યવ્રતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org