________________
૯૮
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત દ્વારે તેમજ ગલીઓમાંથી મનુષ્યનો કોલાહલ થઈ રહ્યો હતો. એકબીજા પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા કે– દેવાનુપ્રિય! ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિચરણ કરતા થકાં આપણા ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા છે, સમવસ્ત થયા છે. માટે હે દેવાનુપ્રિયો! જે ભગવાનનું નામ સાંભળવું દુર્લભ છે, તેની સન્મુખ જવું, દર્શન કરવા, વંદન-નમસ્કાર કરી ભગવદ્વાણીનો લાભ લેવો, પર્યાપાસના કરવી; ખરેખર મહાભાગ્યની વાત છે ! તે મહાપ્રભુ મંગલ છે, તીર્થરૂપ છે, કલ્યાણકર છે, દેવરૂપ છે; ચાલો તેમની પર્યાપાસના કરીએ. આપણા ભવોભવના સંચિત કર્મ ક્ષય થશે; આપણને મોક્ષ લાભ મળશે. આવું વિચારી બધા સજ્જનોનિત્યક્રિયાથી નિવૃત્ત થઈ ઉત્તમ વસ્ત્રાલંકારથી યુક્ત થયા. આરક્ષક અધિકારી, તેમના પુત્રાદિ, રાજાનો મંત્રીવર્ગ, પરામર્શ મંડલના સદસ્યો, ક્ષત્રિયો, રાજકર્મચારીઓ, બ્રાહ્મણો, ભાટવર્ગ, યોદ્ધાઓ; લિચ્છવીવંશી, મલ્હવી વંશી, ઇક્વાકુવંશી, કુરુવંશી, સૈનિકો, મલ્લ, ગણરાજ્યના સદસ્યો, ઐશ્વર્યશાળી, પ્રભાવશાળી પુરુષો, વિશિષ્ટ નાગરિકો, જાગીરદારો, શ્રેષ્ઠીઓ, શેઠ, સેનાપતિઓ અને સાર્થવાહોએ નિર્ણય કર્યો કે આપણે ભગવાનની સમક્ષ જઈ વંદન-નમસ્કાર કરી, ઉપાસના કરીએ; વ્રત અંગીકાર કરીએ, ઇત્યાદિ વિચારી કેટલાક ઘોડા ઉપર બેસી, કેટલાક હાથી ઉપર તો કેટલાક શિબિકા(પાલખી)માં તો કેટલાક પગે ચાલી, મધુર ઘોષણા કરતાં નગરીની વચ્ચેથી નીકળી જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં સમોસરણમાં આવી ભગવાનને વંદન-નમસ્કાર કરી પર્યુપાસના કરવા લાગ્યા. ૧૯. કુણિક રાજાનું સમવસરણમાં આગમન – કુણિક રાજાના દરબારી પ્રવૃત્તિનિવેદકને જ્યારે ભગવાનના પદાર્પણની જાણ થઈ, ત્યારે તે પણ નિત્યક્રિયાથી નિવૃત્ત થઈ કણિક રાજાના દરબારમાં ઉપસ્થિત થયા; પ્રણામ કરી ભગવાનના પદાર્પણની સૂચના આપી. રાજા હર્ષિત થયા; યથાવિધિ નમોત્થણથી વંદના કરી સિંહાસન ઉપર આરૂઢ થયા અને પ્રવૃત્તિ નિવેદકને સાડા બાર લાખ રજતમુદ્રાઓ પ્રીતિદાન રૂપે આપી, ઉત્તમ વસ્ત્રાદિથી તેનો સત્કાર કર્યો.
ત્યાર પછી રાજાએ સેના નાયકને બોલાવી આદેશ કર્યો કે મારા માટે હસ્તિરત્નને સુસજ્જિત કરો, રાણીઓ માટે પાલખીઓ સજાવો, રસ્તા ઉપર પાણીનો છંટકાવ કરો, સુગંધિત અત્તર આદિનો છંટકાવ કરો; નગરીને સ્વચ્છ સુગંધિત કર્યા પછી તોરણ-માળા આદિથી સુસજ્જિત કરો અને મારી આજ્ઞાનું પાલન કર્યાની મને જાણ કરો. ત્યાર પછી હું ભગવાનને વંદન કરવા જઈશ. તે સેનાનાયક રાજાશા પ્રમાણે કાર્ય સમાપન કરી રાજા સમક્ષ હાજર થયા; ચતુરંગિણી સેના તથા વાહનાદિ સજ્જ કર્યાની સૂચના કરી.
રાજા કુણિકે વ્યાયામ તથા મર્દનકાર્યથી નિવૃત્ત થઈ, સ્નાન કર્યા બાદ શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કર્યા, પવિત્ર માળાઓ ધારણ કરી, ગોશીષ ચંદનનો લેપ કરી,
Jain Education International
For Private Personal Use Only
ww.jainelibrary.org