________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૩. તેઉકાય ઉત્તર દક્ષિણમાં ઓછા છે, ભરત ઐરાવત ક્ષેત્ર નાના છે. એનાથી પૂર્વમાં સંખ્યાતગણુ મોટું ક્ષેત્ર મહાવિદેહ હોવાથી અધિક છે. પશ્ચિમમાં જંબુદ્રીપનું મહાવિદેહ ક્ષેત્ર વિશાલ છે. સલિલાવતી અને વપ્રા વિજય અધોલોકમાં હોવાથી ત્યાં તેઉકાય અધિક છે.
G-O
૪. વાયુકાય પૂર્વમાં ઓછાં છે કારણ કે ચંદ્ર સૂર્ય દ્વીપ ત્યાં છે, પોલાણ ઓછું છે, પશ્ચિમની અપેક્ષા પૂર્વ મહાવિદેહ ઘનીષ્ઠ સમ છે. તેનાથી પશ્ચિમમાં વાયુ અધિક છે, પશ્ચિમ મહાવિદેહ નીચા લોકમાં ગયેલ છે, પોલાણ અધિક છે. તેનાથી ઉત્તરમાં વાયુકાય અધિક છે. ભવનોનું પોલાણ અધિક છે. એનાથી વધુ દક્ષિણમાં છે, કારણ કે ભવન વધુ છે. ૫. પશ્ચિમ મહાવિદેહના કારણે જ મનુષ્ય અને વ્યંતર પશ્ચિમમાં વિશેષાધિક છે. ૬. જ્યોતિષી દક્ષિણથી ઉત્તરમાં અધિક છે, કારણ કે માનસ સરોવરમાંથી ઘણાં બધા જીવ નિદાન કરીને જ્યોતિષી બને છે અને ત્યાં જ્યોતિષી દેવોના ક્રીડા સ્થળ અધિક છે.
૭. સાતમી નરકના દક્ષિણ નૈયિકોથી છઠ્ઠીના પૂર્વાદિ ત્રણ દિશાના નૈરયિક અસંખ્યગણા છે. એનાથી છઠ્ઠીના દક્ષિણવાળા અસંખ્યગણા છે. તેનાથી પાંચમી નરકના પૂર્વાદિ દિશાના નૈયિક અસંખ્યગણા છે. તેનાથી પાંચમીના દક્ષિણવાળા અસંખ્ય ગણા છે એમ ક્રમથી પ્રથમ નરક સુધી અસંખ્યગણા છે.
(૨) લેશ્યા :– (૧) બધાથી થોડા શુક્લલેશી (૨) પદ્મલેશી સંખ્યાતગણા (૩) તેજોલેશી સંખ્યાતગણા (૪) અલેશી અનંતગણા (૫) કાપોતલેશી અનંતગણા (૬) નીલલેશી વિશેષાધિક (૭) કૃષ્ણલેશી વિશેષાધિક (૮) સલેશી વિશેષાધિક. (૩) ષટ્કવ્ય :- (૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય દ્રવ્યથી ત્રણે તુલ્ય અને સૌથી થોડા છે. (૨) તેનાથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના પ્રદેશ અસંખ્યગણા અને પરસ્પર તુલ્ય છે. (૩) તેનાથી જીવાસ્તિકાય દ્રવ્ય અનંતગણા (૪) તેનાથી જીવાસ્તિકાયના પ્રદેશ અસંખ્યગણા (૫) તેનાથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનંતગણા (૬) અને તેના જ પ્રદેશો અસંખ્યગણા (૭) તેનાથી અહ્વા સમય અપ્રદેશાર્થ અનંતગણા (૮) તેનાથી આકાશાસ્તિકાયના પ્રદેશ અનંતગણા.
(૧) બધાથી થોડા જીવ દ્રવ્ય (૨) પુદ્ગલ દ્રવ્ય અનંતગણા (૩) અદ્વા સમય અનંતગણા (૪) સર્વ દ્રવ્ય વિશેષાધિક (૫) સર્વ પ્રદેશ અનંતગણા (૬) સર્વ પર્યાય અનંતગણા છે.
(૪) આયુષ્ય કર્મ બંધક આદિ ૧૪ બોલ :- (૧) બધાથી થોડા આયુના બંધક (ર) તેનાથી અપર્યાપ્ત અસંખ્યગણા (૩) તેનાથી સુપ્ત જીવ સંખ્યાતગણા (૪) તેનાથી સમુદ્દાતવાળા સંખ્યાતગણા (૫) તેનાથી સાતાવેદક સંખ્યાતગણા (૬) તેનાથી ઇન્દ્રિયોપયુક્ત સંખ્યાતગણા (૭) તેનાથી અનાકારોપયુક્ત સંખ્યાતગણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org