________________
-
૪ |
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
છે, ત્યાં ભોમેય નગરાવાસ છે. તેમાં ૧૬ જાતિના વ્યંતર દેવોના સ્વાસ્થાન છે જૂભક દેવોના સ્વસ્થાન તિરછા લોકમાં વૈતાઢય પર્વત આદિ છે.
જ્યોતિષી – તિરછા લોકની સમભૂમિથી ઉપર ૭૯૦ યોજનથી લઈને ૯૦૦ યોજન સુધી ક્ષેત્ર અને અસંખ્યદ્વીપ સમુદ્રોમાંસ્થિત જ્યોતિષીઓની રાજધાનીઓ અને દ્વીપ જ્યોતિષી દેવોના સ્વસ્થાન છે. વૈમાનિક – ૧ર દેવલોક, નવ ગ્રેવેયક અને પાંચ અણુત્તર વિમાન એ વૈમાનિક દેવોના સ્વસ્થાન છે. સમસ્ત દેવોના ચોસઠ ઇન્દ્રઃદક્ષિણ ભવનપતિના ૧૦ ઇન્દ્ર – (૧) ચમર (૨) ધરણ (૩) વેણુદેવ (૪) હરિકાંત (૫) અગ્નિશિખ (6) પૂણેન્દ્ર (૭) જળકાંત (૮) અમિત (૯) વૈલંબ (૧૦) ઘોષ. ઉત્તર ભવનપતિના ૧૦ ઈન્દ્રઃ- (૧) બલીન્દ્ર (૨) ભૂતાનંદ (૩) વેણુદાલી (૪) હરિસ્સહ (૫) અગ્નિમાણવ (૬) વશિષ્ઠ (૭) જળપ્રભ (૮) અમિત વાહન (૯) પ્રભંજન (૧૦) મહાઘોષ. પિશાચાદિવ્યંતરના ૧૬ઈન્દ્રઃ- (૧-૨) કાળ, મહાકાળ, (૩-૪) સુરૂપ, પ્રતિરૂપ (પ-૬) પૂર્ણભદ્ર, મણિભદ્ર (૭-૮) ભીમ, મહાભીમ (૯-૧૦) કિન્નર, દ્વિપુરુષ (૧૧-૧ર) પુરુષ, મહાપુરુષ (૧૩-૧૪) અતિકાય, મહાકાય (૧૫-૧૬) ગીતરતિ, ગીતજશ. આણપની આદિ વાણવ્યંતરના ૧૬ ઇન્દ્ર – (૧-૨) સન્નિહિત સામાન (૩-૪) ધાતા, વિધાતા, (પ-૬) ઋષિ, ઋષિપાલ (૭-૮) ઈશ્વર, મહેશ્વર (૯-૧૦) સુવત્સ, વિશાલ, (૧૧-૧૨) હાસ-હાસતિ (૧૩-૧૪) શ્વેત વત્સ, મહાશ્વેત (૧૫-૧૬) પતંગ-પતંગ પતિ.
જ્યોતિષીના ૨ ઈન્દ્રઃ- (૧) ચંદ્ર (ર) સૂર્ય (અપેક્ષાએ અસંખ્ય ઈન્દ્ર છે) વૈમાનિકના ૧૦ ઇન્દ્રઃ- (૧) શક્ર (ર) ઇશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મ (૬) લાંતક (૭) મહાશુક (૮) સહસાર (૯) પ્રાણત (૧૦) અશ્રુત, એમ કુલ ૧૦+૧૦+૧+૧+૨+૧૦ = ૪૪ ઇન્દ્ર. દેવોના આભૂષણ – વક્ષસ્થળ પર હાર, હાથમાં કડા, બાજુબંધ, કાનમાં અંગદ, કંડલ, કર્ણપીઠ, વિચિત્ર હસ્તાભરણ, પુષ્પમાળા, મસ્તક પર મુકુટ, ઉત્તમ વસ્ત્ર, શ્રેષ્ઠ અનુલેપ, લાંબી વનમાળા આદિથી સુસજ્જિત દેવો સ્વયં દિવ્ય તેજથી દશે દિશાઓને પ્રકાશમાન કરે છે. સિદ્ધ - ઊર્ધ્વ દિશામાં લોકાંતમાં સિદ્ધ શિલાની ઉપર છેલ્લા એક કોશના છઠ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org